VIDEO: દિપોત્સવી ઉજવણીમાં અમેરિકન રાજદૂતે મચાવી ધમાલ, 'તૌબા તૌબા' ગીત પર કર્યો જોરદાર ડાન્સ
અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ દિલ્હીમાં દિવાળીના તહેવારની ઉજવણીમાં ભાગ લઈને બધાનું દીલ જીતી લીધું હતું

અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ દિલ્હીમાં દિવાળીના તહેવારની ઉજવણીમાં ભાગ લઈને બધાનું દીલ જીતી લીધું હતું. જેમાં અમેરિકન રાજદૂત હિંદી ફિલ્મનું જાણીતું ગીત 'તૌબા તૌબા' પર ડાન્સ કરી રહ્યાં હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ભારતીય સહિત વિદેશી મહેમાનો પણ ડાન્સ જોઈને ચોંકી ગયા છે.
અમેરિકી દૂતાવાસ પર દિવાળી તહેવારની ઉજવણી
દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસમાં દિવાળ તહેવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં ભારતીય અને વિદેશી મહેમાનોએ પરંપરાગત પોશાકમાં ભાગ લીધો હતો. રંગબેરંગી દિવડા અને લાઈટ્સથી દૂતાવાસને સજાવવામાં આવ્યું હતું. દૂતાવાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત નૃત્યોના ધામધૂમથી આ ઉજવણી વધુ વિશેષ બની હતી.
આ પણ વાંચોઃ ફ્રાંસના રાજદૂત પણ બચી ના શક્યા, ચાંદની ચોકની ભીડમાં ચોરાઈ ગયો મોબાઈલ
'તૌબા તૌબા' ગીત પર ડાન્સ કરતા અમેરિકન રાજદૂત
આ કાર્યક્રમમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ 'તૌબા તૌબા' ગીત પર જોરદાર ડાન્સ કર્યો. તેમના ડાન્સ મૂવ્સે ત્યાં હાજર દરેકના દિલ જીતી લીધા અને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતાં લોકો તેમની સહજતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના જોડાણની પ્રશંસા કરી રહ્યા છે.
ગાર્સેટ્ટીના ડાન્સના વાઈરલ વીડિયોને લઈને ટ્વીટર અને ઈન્સ્ટગ્રામ પર કેટલાક યૂઝર્સે તેમના વખાણમાં લખ્યું કે, 'એરિક ગાર્સેટ્ટીએ સાબિત કર્યું કે સંગીત અને નૃત્યની કોઈ સીમા નથી.'






