રાહુલ ગાંધી પર થઈ શકે છે હુમલો, વિદેશી ધરતી પર રચાઈ રહ્યું છે કાવતરું; જાણો સંજય રાઉતે શું કહ્યું
રાહુલ ગાંધીએ સંસદમાં 29 જુલાઈના રોજ મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ કરીને બજેટ ભાષણ

રાહુલ ગાંધીએ સંસદમાં 29 જુલાઈના રોજ મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ કરીને બજેટ ભાષણ પર ચર્ચા શરૂ કરી હતી. આ પછી આજે રાહુલ ગાંધીએ એક પોસ્ટ કરી છે જેની ખૂબજ ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે EDના એક આંતરિક વ્યક્તિએ કહ્યું કે તેમના પર દરોડા પાડવામાં આવી શકે છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે બંનેમાંથી એક મારા ચક્રવ્યુહ ભાષણ સાથે સહમત ન હતો. આ પછી સંજય રાઉતે આ અંગે મોટો આરોપ લગાવ્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, કંઈ પણ થઈ શકે, રાહુલ ગાંધી પર હુમલો થઈ શકે છે. વિદેશની ધરતી પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, 'ઘણા લોકોને મહાભારતના ચક્રવ્યૂહ બાબતનું મારું ભાષણ પસંદ નથી આવ્યું. EDના એક સૂત્રએ મને કહ્યું કે, હવે તમારા પર દરોડા પાડવામાં આવશે. આ સંદર્ભે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. હું તૈયાર છું, ઈડીની રાહ જોઈ રહ્યો છું. ચા અને બિસ્કિટ મારા તરફથી. રાહુલ ગાંધીએ આવી જ એક સાંકેતિક પોસ્ટ કર્યા પછી સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મશાલના નિશાને મહારાષ્ટ્રમાં ભાજપની સીટમાં આગ લગાવી દીધી છે.
મહારાષ્ટ્રમાં 'બાળાસાહેબ ઠાકરેની શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સારું પ્રદર્શન કરી રહી છે. અમે મશાલના સિમ્બોલ પર જ ચૂંટણી લડવાના છીએ. આ મશાલનું ચિહ્ન હતું જેણે ભાજપની મહારાષ્ટ્ર બેઠકોને આગ લગાડી દીધી હતી. અમારું પ્રતીક મશાલ, બ્યુંગલ અને કોંગ્રેસનો હાથ છે. અમે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ. ધનુષ અને તીર હવે ચોરો પાસે જતું રહ્યું છે. લોકસભામાં ધનુષ અને તીરના દમ પર તેમણે કેટલીક ચોરીઓ કરી હતી પરંતુ હવે તે વિધાનસભામાં તેઓ સફળ નહીં થઈ શકે.
સંજય રાઉતે કહ્યું, 'રાહુલ ગાંધી લોકસભામાં લોકતંત્રનો અવાજ ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ સરકારને અરીસો બતાવવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધીને ફરીથી કાર્યવાહીનો સામનો કરવો પડશે, અમે તૈયાર છીએ. ભાજપે પોતાનો બહુમત ગુમાવી દીધો છે, પરંતુ લાગે છે કે ગેરબંધારણીય કામ કરવાની લત તેમનાથી છૂટશે નહીં. રાહુલ ગાંધી અને અમારા બધા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ષડયંત્ર અહીં નહીં પરંતુ વિદેશમાં થઈ રહ્યું છે. એટલે કંઈપણ થઈ શકે છે. કાલે રાહુલ ગાંધી ઉપર હુમલો થઈ શકે! અમારા પર હુમલો થઈ શકે છે! રાહુલ ગાંધી અને મહાવિકાસ આઘાડીએ મોદી અને અમિત શાહને પાછળ રાખી દીધા છે. રાહુલ ગાંધીએ આ સરકારની ઊંઘ હરામ કરી નાંખી છે. પરંતુ અમારા પર હજુ પણ ગુંડાઓની મદદથી હુમલો કરી શકાય છે.






