મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હ્યૂમન GPS' તરીકે ઓળખાતો સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઢેર, જમ્મુ કાશ્મીરમાં 100થી વધુ આતંકીઓની કરાવી હતી ઘૂસણખોરી 

જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં બાગુ ખાન ઉર્ફ સમંદર ચાચ

'હ્યૂમન GPS' તરીકે ઓળખાતો સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઢેર, જમ્મુ કાશ્મીરમાં 100થી વધુ આતંકીઓની કરાવી હતી ઘૂસણખોરી 

જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં બાગુ ખાન ઉર્ફ સમંદર ચાચા ઠાર મરાયો છે જેને આતંકીઓની દુનિયામાં 'હ્યૂમન GPS' તરીકે ઓળખવામાં આવતો હતો. સમંદર ચાચાની સાથે પાકિસ્તાની ઘૂસણખોરને પણ ઠાર મારવામાં આવ્યો છે.

બાગુ ખાન ઉર્ફ સમંદર ચાચા 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેતો હતો. સુરક્ષા એજન્સીઓ અનુસાર, તે છેલ્લા ત્રણ દાયકાથી ગુરેજ સેક્ટર અને આસપાસના વિસ્તારોમાંથી 100થી વધુ ઘૂસણખોરીના પ્રયાસને અંજામ આપવામાં સામેલ રહ્યો છે જેમાંથી મોટાભાગના સફળ રહ્યા છે. વિસ્તારના કઠિન પહાડી અને ગુપ્ત રસ્તાની જાણકારી તેને આતંકી સંગઠનો માટે ખાસ બનાવતી હતી.

આતંકી સંગઠનોની મદદ કરતો હતો

જોકે, તે હિજબુલ કમાન્ડર હતો પરંતુ સમંદર ચાચા માત્ર એક આતંકી સંગઠન સુધી સીમિત નહતો, તેને લગભગ દરેક આતંકી સંગઠનને ઘૂસણખોરીની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં મદદ કરી હતી, આ કારણથી આતંકી તેને 'હ્યૂમન GPS' કહીને બોલાવતા હતા.

એન્કાઉન્ટરમાં સમંદર ચાચા ઢેર

સૂત્રો અનુસાર 28 ઓગસ્ટની રાત્રે જ્યારે તે નૌશેલા નાર વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતો હતો ત્યારે સુરક્ષાદળોએ તેને ઘેરી લીધો હતો. અથડામણમાં સમંદર ચાચા અને તેની સાથે રહેલો એક આતંકી ઠાર મરાયો હતો. 

આતંકીઓના નેટવર્કને તોડવામાં સુરક્ષાદળોને મળી સફળતા

સુરક્ષા અધિકારીઓ અનુસાર, સમંદર ચાચાનું મોત આતંકી સંગઠનોના લોજિસ્ટિક નેટવર્કને ઝટકો છે, તેના માર્યા જવાથી ઘૂસણખોરીની સંભવિત યોજનાઓ ધ્વસ્ત થઇ ગઇ છે. સમંદર ચાચા વર્ષો સુધી સુરક્ષા દળોની પકડથી બચતો રહ્યો છે.

આ સમાચાર શેર કરો