સચિન તેંડુલકરના બોડીગાર્ડે કરી આત્મહત્યા, 8 દિવસની રજા પર ગયો હતો ઘરે
માસ્ટર બ્લાસ્ટર અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના બોડીગાર્ડે પોતાને ગોળી મારી દીધ

માસ્ટર બ્લાસ્ટર અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના બોડીગાર્ડે પોતાને ગોળી મારી દીધી હતી. સચિનનો બોડીગાર્ડ રજા પર તેના ઘરે આવ્યો હતો. મંગળવારે રાત્રે તેણે પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. મળતી માહિતી અનુસાર ક્રિકેટર સચિનનો બોડીગાર્ડ પ્રકાશ ગોવિંદા કાપડે જામનેર શહેરના જલગાંવ રોડ પર ગણપતિ નગરમાં રહે છે. 8 દિવસની રજા લઈને તે ઘરે આવ્યો હતો.
અંગત કારણોસર આત્મહત્યા
કાપડેના પરિવારમાં તેમના વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બે નાના બાળકો, એક ભાઈ અને અન્ય સંબંધીઓ છે. જામનેર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કિરણ શિંદેએ જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે (બુધવાર) રાત્રે 1.30 વાગ્યે બની હતી. તેણે શા માટે આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી. શિંદેએ કહ્યું, "પ્રારંભિક તપાસ પરથી એવું લાગે છે કે તેણે અંગત કારણોસર આ પગલું ભર્યું છે, પરંતુ અમે તપાસની સંપૂર્ણ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ."
VVIP માં પોસ્ટ
કાપડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જામનેર પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે. તેના પરિવારના સભ્યો, સહકર્મીઓ અને અન્ય પરિચિતોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે SRPF પણ સ્વતંત્ર તપાસ કરે તેવી શક્યતા છે કારણ કે જવાન VVIP સુરક્ષા માટે તૈનાત હતો.






