રામની ભક્તિ કરી તો 241 સીટ આપી, અહંકાર કર્યો તો... RSS નેતા ઈંદ્રેશ કુમારે ભાજપ પર કર્યો કટાક્ષ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈંદ્રેશકુમારે લોકસભા ચૂંટણી પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તારૂઢ ભાજપ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈંદ્રેશકુમારે લોકસભા ચૂંટણી પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તારૂઢ ભાજપ પાર્ટીને અંહકારી અને વિપક્ષી ઈન્ડિયા બ્લોકને રામ વિરોધી બતાવી છે. ઈંદ્રેશ કુમારે કહ્યું કે રામ બધાની સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો જ જોઈ લો. જેમણએ રામની ભક્તિ કરી પરંતુ તેમના ધીમે ધીમે અંહકારનો ઘમંડ ચડી ગયો. એ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવી પરંતુ જે એને પૂર્ણ હક મળવો જોઈએ, જે તાકાત મળવી જોઈએ તે બાંધી રાખી. ભગવાને ભક્તિ કરી તેનું ફળ મોટી પાર્ટી બનાવી પરંતુ અહંકારને કારણે 241 પર અટકાવી તેમના હાથ બાંધી રાખ્યા.
આ ઉપરાંત I.N.D.I.A ગઠબંધનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટપણે કહ્યું કે,'જેમને રામમાં આસ્થા ન હતી, તેઓને એકસાથ 234 પર રોકી દેવામાં આવ્યા.' રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. ત્યા સુધી કે બધા એક સાથે નંબર 2 પર જ રહી ગયા . ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે.' ઈંદ્રેશકુમાર ગુરુવારે જયપુર નજીક કનોટા ખાતે 'રામરથ અયોધ્યા યાત્રા દર્શન સમારોહ'ને સંબોધન કરી રહ્યા હતા.
ઈંદ્રેશ કુમારે કહ્યું કે, જે લોકો રામની પૂજા કરે છે તેમણે વિનમ્ર હોવું જોઈએ. અને જે રામનો વિરોધ કરે છે તેને ભગવાન પોતે જ નિપટે છે. અર્થાત જોઈ લે છે. જણાવી દઈએ કે, ઈંદ્રેશકુમાર આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. જો કે, તેમણે તેમના નિવેદનમાં કોઈ પક્ષનું નામ લીધું નથી. પરંતુ તેનો ઈશારો સ્પષ્ટ રીતે પક્ષ અને વિપક્ષ બંને પર હતો.
જણાવી દઈએ કે,લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર બની ગઈ છે. જો કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી અને પરિણામ ધાર્યા પ્રમાણે આવ્યા નથી. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાએ લોકસભા ચૂંટણીના પરિણામો પર આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું છે.






