VIDEO: અનંત અંબાણીના લગ્ન પહેલા એન્ટિલિયા પહોંચ્યા RSS ચીફ મોહન ભાગવત, કરાયું ઉષ્માભર્યું સ્વાગત
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા આરએસએસ ચીફ મોહન ભાગવત શુક્રવારે મુકેશ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા આરએસએસ ચીફ મોહન ભાગવત શુક્રવારે મુકેશ અંબાણીના એન્ટિલિયા પહોંચ્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબાણીએ તેમની પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા અંબાણી પરિવારે લોકોને આમંત્રણ આપવાનું શરૂ કર્યું છે. મોહન ભાગવત એન્ટિલિયા પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરંપરાગત પોશાકમાં સજ્જ રાધિકા
આ પ્રસંગે રાધિકા પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી. અનંત અંબાણીએ કેસરી રંગનો કુર્તો અને જેકેટ પહેર્યું હતું. નીતા અંબાણી પણ ભાગવતને આવકારવા માટે નારંગી સિલ્ક સાડીમાં હાથ જોડીને ઊભી હતી. તાજેતરમાં મુકેશ અંબાણી મુખ્યમંત્રી એકનાથ શિંદેને લગ્ન માટે આમંત્રણ આપવા પહોંચ્યા હતા. અનંત અંબાણી પોતે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને લગ્નનું કાર્ડ આપવા ગયા હતા.
નીતા અંબાણી સૌથી પહેલા કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા અને તેમને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. તેણે બાબા વિશ્વનાથની મુલાકાત લીધી અને લગ્ન માટે આમંત્રણ આપ્યું. દર્શન બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, મેં બાબા ભોલેનાથના દર્શન કર્યા હતા. હું ખુબ સારું અનુભવું છુ. હિંદુ પરંપરામાં કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનના આશીર્વાદ લેવામાં આવે છે. મેં પણ બાબાને લગ્ન માટે આમંત્રણ આપ્યું છે. હું 10 વર્ષ પછી કાશી આવી છું. કાશીમાં વિકાસ કાર્ય જોઈને મને સારું લાગ્યું.
અનંતે મુખ્ય પૂજારીના ચરણ સ્પર્શ કર્યા
મોહન ભાગવત જ્યારે પહોંચ્યા ત્યારે અનંત અંબાણી ત્યાં ઉભા રહીને તેમનું સ્વાગત કરી રહ્યા હતા. તેમણે સૌના આશીર્વાદ લીધા. તેણે પરિવારના મુખ્ય પૂજારીના ચરણ સ્પર્શ કર્યા. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે અનંત ખૂબ સંસ્કારી અને સારા વ્યક્તિ છે. તે હંમેશા વડીલોનું સન્માન કરે છે.
સમૂહ લગ્નનું આયોજન
અંબાણી પરિવાર રાધિકા અનંતના લગ્ન પહેલા એક સમૂહ લગ્નનું પણ આયોજન કરી રહ્યું છે. જેમાં વંચિત લોકોના લગ્ન થશે. અનંત અને રાધિકાના લગ્નના થોડા દિવસો પહેલા જ અંબાણી પરિવાર દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે.
આ દિવસે સમૂહ લગ્ન થશે
આ સમૂહ લગ્ન કાર્યક્રમ સાથે સંબંધિત એક કાર્ડ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વંચિત લોકોનો લગ્ન કાર્યક્રમ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાનો એક ભાગ છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં મંગળવારે એટલે કે 2 જુલાઈ, 2024ના રોજ સાંજે 4:30 વાગ્યાથી આ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
મુકેશ-નીતા પરિવાર સાથે જોડાશે
સમૂહ લગ્નમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી હાજર રહેશે. કાર્ડમાં લખેલી માહિતી અનુસાર, મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે આ સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે અને વર-કન્યાને આશીર્વાદ આપશે.








