'રોહિત વેમુલા દલિત ન હતો’, પોલીસે ક્લોઝર રિપોર્ટમાં આત્મહત્યાનું જણાવ્યું કારણ
પોલીસ દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ સિકંદરાબાદના સાંસદ બંડાર

પોલીસ દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ સિકંદરાબાદના સાંસદ બંડારુ દત્તાત્રેય, વિધાન પરિષદના સભ્ય એન રામચંદર રાવ, વાઇસ ચાન્સેલર અપ્પા રાવ, ABVP નેતાઓ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત અનેક અગ્રણી રાજકીય વ્યક્તિઓની નિર્દોષતા પણ સાબિત કરે છે.
હૈદરાબાદ પોલીસે વિદ્યાર્થી રોહિત વેમુલાના મોતની તપાસ પૂર્ણ કરી છે. પોલીસે આ મામલે તેલંગાણા હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં એક મોટી વાત સામે આવી છે.
પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રોહિતે તેની સાચી જાતિ જાહેર થવાના ડરથી આપઘાત કર્યો હતો. રોહિતે પોતાને અનુસૂચિત જાતિ કેટેગરીના હોવાનું જાહેર કર્યું ન હતું. કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલમાં પોલીસે જણાવ્યું હતું કે રોહિત જાણતો હતો કે તે અનુસૂચિત જાતિ (દલિત)નો નથી અને તેની માતાએ તેને SC પ્રમાણપત્ર અપાવ્યું હતું. તેને હંમેશા ડર રહેતો હતો કે જો આ વાત જાહેર થઇ જશે તો તેને મેળવેલી શૈક્ષણિક ડિગ્રી ગુમાવી પડશે અને તેને આ મામલે કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે. આવી અનેક પ્રકારની સમસ્યાઓ પરેશાન કરી રહી હતી, જે તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા હોવાનું કારણ સામે આવ્યું છે.
ભાજપનું નિવેદન સામે આવ્યું
ક્લોઝર રિપોર્ટ સામે આવ્યા બાદ બીજેપી પ્રવક્તા રચના રેડ્ડીએ કહ્યું કે તેલંગાણાના ગૃહ વિભાગે 2016ના વિવાદાસ્પદ રોહિત વેમુલા આત્મહત્યા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. આ કેસની તપાસમાં મોટા નેતાઓ સહિત ભાજપના નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે માર્ચમાં વિગતવાર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે એસસી-એસટી એટ્રોસિટી એક્ટનું કોઈ ઉલ્લંઘન થયું નથી. રોહિત વેમુલાની આત્મહત્યા દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ અહેવાલો કહે છે કે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કોઈ સક્રિય કેસ બહાર આવ્યો નથી અને તપાસ બંધ કરવામાં આવી છે.






