'એક-એક પૈસાનો હિસાબ આપવો પડશે', દિલ્હીમાં મુખ્યમંત્રીપદના શપથ પહેલા રેખા ગુપ્તાનો હુંકાર
દિલ્હીમાં રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેશે. શપથગ્રહણ પહેલા જ રેખા ગુપ્તાએ હુંકાર

દિલ્હીમાં રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેશે. શપથગ્રહણ પહેલા જ રેખા ગુપ્તાએ હુંકાર કરતા કહ્યું કે, દિલ્હીમાં 12 વર્ષથી જે સરકાર (આમ આદમી પાર્ટી) રાજ કરતી હતી તેને જનતાના એક એક પૈસાનો હિસાબ આપવો પડશે.
AAPએ એક-એક પૈસાનો જનતાને હિસાબ આપવો પડશે- રેખા ગુપ્તા
આમ આદમી પર જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા શું તેની તપાસ થશે? આ સવાલનો જવાબ આપતા રેખા ગુપ્તાએ કહ્યું, 'જે સરકાર દિલ્હીમાં છેલ્લા 12 વર્ષથી દિલ્હીમાં રાજ કરતી હતી અને તેમના પર જેટલા પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, જનતાના એક-એક પૈસાનો હિસાબ આપવો પડશે.'
તમામ વચન પૂર્ણ કરાશે- રેખા ગુપ્તા
રેખા ગુપ્તાએ કહ્યું- "મને એક મોટી જવાબદારી સોપવામાં આવી છે. હું PM મોદી અને ટોચના નેતૃત્ત્વનો આભાર માનું છું જેમને સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી પર વિશ્વાસ બતાવ્યો. હું પોતાની પુરી ક્ષમતા, તાકાત અને ઇમાનદારી સાથે જવાબદારી નીભાવીશ...મારી પ્રથમ પ્રાથમિકતા અમારી પાર્ટી દ્વારા કરવામાં આવેલા તમામ વચનને પૂર્ણ કરવાની છે અને બીજી પ્રાથમિકતા આ છે કે અમારા તમામ 48 ધારાસભ્ય ટીમ મોદીના રૂપમાં કામ કરશે. મે ક્યારેય વિચાર્યું નહતું કે હું દિલ્હીની મુખ્યમંત્રી બનીશ. અમે જનતાને જે વચનો કર્યા હતા તેને સમયસર પૂર્ણ કરાશે.'
રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારંભ
રેખા ગુપ્તા સાથે છ મંત્રી પણ શપથ લેશે જેમાં નવી દિલ્હીના ધારાસભ્ય પ્રવેશ વર્મા પણ સામેલ છે. પ્રવેશ વર્મા સિવાય કપિલ મિશ્રા, મનજિંદર સિરસા, આશીષ સૂદ, પંકજ સિંહ અને રવિન્દર સિંહનું નામ સામેલ છે. રામલીલા મેદાનમાં આયોજિત થનારા ભવ્ય શપથગ્રહણ સમારંભમાં પીએમ મોદી સિવાય ભાજપ અને NDA શાસિત કેટલાક રાજ્યના મુખ્યમંત્રી અને 30 હજારથી વધુ લોકો હાજર રહેશે.








