રેખા ગુપ્તા દિલ્હીના મહિલા CM તરીકે અને અન્ય 6 મંત્રીઓ પણ લેશે શપથ, રામલીલા મેદાનમાં ભવ્ય તૈયારીઓ
બીજેપી ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આજે બપોરે

બીજેપી ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આજે બપોરે રામલીલા મેદાનમાં સીએમ પદના શપથ લેશે. પાર્ટી માટે આ એક ઐતિહાસિક દિવસ છે કારણ કે ભાજપ 27 વર્ષ બાદ રાજધાનીમાં સત્તામાં પરત ફર્યો છે. રેખા ગુપ્તા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી દિલ્હીની ચોથી મહિલા મુખ્યમંત્રી છે.
6 કેબિનેટ મંત્રીઓના નામ
- પ્રવેશ વર્મા
- મંજીદર સિંહ સિરસા
- આશિષ સૂદ
- કપિલ મિશ્રા
- પંકજ સિંહ
- રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહ
ભાજપ 27 વર્ષ બાદ રાજધાનીમાં સત્તામાં પરત ફર્યો
રેખા ગુપ્તાએ દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીની બંદના કુમારીને હરાવ્યા હતા. રેખા ગુપ્તા આ બેઠક પરથી 29000થી વધુ મતોથી જીતી હતી. રેખા ગુપ્તાની સાથે પ્રવેશ વર્મા, આશિષ સૂદ, પંકજ સિંહ, મનજિંદર સિંહ સિરસા, કપિલ મિશ્રા અને રવિન્દ્ર ઈન્દ્રરાજ પણ શપથ લેશે.






