મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ 'રાવણની ગરદન અને કમર તૂટી', દશેરા પહેલા જ થયો ઘાયલ; જાણો સમગ્ર ઘટના

રાજસ્થાનના કોટામાં દશેરાના તહેવારના ભાગરૂપે રાવણનું વિશાળ પૂતળું લગાવવાનું કામ શુક્રવારની રાત્

VIDEO/ 'રાવણની ગરદન અને કમર તૂટી', દશેરા પહેલા જ થયો ઘાયલ; જાણો સમગ્ર ઘટના

રાજસ્થાનના કોટામાં દશેરાના તહેવારના ભાગરૂપે રાવણનું વિશાળ પૂતળું લગાવવાનું કામ શુક્રવારની રાત્રે ચાલી રહ્યું હતું ત્યારે અચાનક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વિજય શ્રીરંગ સ્ટેજ પાસે હાઇડ્રોલિક ક્રેનનો પટ્ટો તૂટી ગયો હતો. જેના કારણે રાવણનું અડધું શરીર 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયું હતું. આ ઘટનાએ સ્થળ પર હાજર લોકોમાં નાસભાગ  મચાવી દીધી હતી, ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં દર્શકો રાવણના પૂતળાને જોવા માટે આવ્યા હતા. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી.

મોટી દુર્ઘટના ટળી હતી

રાવણના પૂતળાનો અડધો ભાગ પડી ગયા બાદ રાવણની ગરદન અને કમર તૂટી ગઈ હતી. પરંતુ નીચે મુકવામાં આવેલ લાકડાના પ્લૅટફૉર્મે આ અકસ્માતને અમુક અંશે મોટી ઘટના બનતા અટકાવ્યો હતો. સ્થળ પર હાજર કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેર કુરેશીએ જણાવ્યું હતું કે રાવણને વધુ નુકસાન થયું નથી. પૂતળું વાંસ અને દોરડાથી બનેલું છે. તેથી માત્ર કેટલાક વાંસ અને દોરડા તૂટ્યા છે. કારીગરોએ દુર્ઘટના બાદ તરત જ રાવણના સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે અને શનિવારે તેને પુનઃસ્થાપિત કરવામાં આવશે. રાવણના પૂતળાનું દહન તેના નિર્ધારિત સમયે જ કરવામાં આવશે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. અકસ્માત બાદ વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને સ્થળ પર બોલાવ્યા. જો કે સદ્નસીબે રાવણને ઊંચે લઈ જનાર મજૂરો તે સમયે નીચે ન હતા, અન્યથા આ ઘટના વધુ ગંભીર બની શકી હોત.

કોટા શહેરનો આ 131મો રાષ્ટ્રીય દશેરા છે

ઉલ્લેખનીય છે કે કોટા શહેરમાં આ 131મો રાષ્ટ્રીય દશેરા મેળો છે. તેને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવે છે. રાવણનું વિશાળ પૂતળું બનાવવાની તૈયારી લગભગ એક મહિના અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે. મેળામાં રાવણ ઉપરાંત અન્ય ઘણા આકર્ષણો છે. જેનો અહીં આવતા લોકો ખૂબ આનંદ લે છે.

આ સમાચાર શેર કરો