પ્રેમ થયો હતો... ભારત-ચીન યુદ્ધના કારણે અધૂરી રહી ગઈ પ્રેમ કથા, જાણો શા માટે રતન ટાટાએ નહોતા કર્યા લગ્ન
ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સમાજસેવી રતન ટાટાનું 9 ઓક્ટોમ્બર 2024ના રોજ નિધન થયું છે. ર

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સમાજસેવી રતન ટાટાનું 9 ઓક્ટોમ્બર 2024ના રોજ નિધન થયું છે. રતન ટાટા ફક્ત એક ઉદ્યોગપતિ નહીં થે, પરંતુ ભારતીય ઉદ્યોગના એક એવા સ્તંભ હતા જેને ટાટા સમૂહને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી અને વ્યવસાયની સાથે સામાજીક જવાબદારીઓનું નવું માનદંડ પણ સ્થાપિત કર્યું હતું. તેમનું સમગ્ર જીવન સંઘર્ષ, સમર્પણ અને નવાવિચારનું પ્રતીક રહ્યું હતું.
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું પાલન પોષણ એક મહત્ત્વના ઉદ્યોગપતિના પરિવારમાં થયો હતો, જે ટાટા સમૂહની વિરાસતનો ભાગ હતો, રતન ટાટા, ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટા પરિવારમાંથી આવતા હતા, જેમણે ભારતીય ઉદ્યોગજગતમાં ટાટા બ્રાન્ડને પાયો નાખ્યો હતો. તેમની માતાનું નામ સૂનૂ ટાટા હતતું, તેઓ નૌશેરવાંજી ટાટાના દિકરા હતા. રતન ટાટાના માતા-પિતાના છૂટાછેડા તે સમયે થયા જ્યારે તેઓ ફક્ત 10 વર્ષના હતા, ત્યાર બાદ તેમનું પાલન-પોષણ તેમના દાદી નવાજબાઈ ટાટાએ કર્યું હતું.
રતન ટાટાનું શિક્ષણ
રતન ટાટાએ પોતાનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં કેથેડ્રલ, જોન કોનન સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું, ત્યાર બાદ તેઓ અમેરિકા જતા રહ્યા હતા, જ્યાં તેમણે કોર્નલ વિશ્વવિદ્યાલયથી વાસ્તુકલા અને એન્જીન્યરીંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. તેમના શૈક્ષણિક જીવનને તેમના વિચારને ઘણા ઊંડો અને વૈશ્વિક દૃષ્ટિકોણથી પ્રભાવિત કર્યો હતો. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો હતો, આ અભ્યાસથી તેમણે ઉદ્યોગોની જટીલતાઓને સમજવાની તક મળી હતી.
રતન ટાટાનું અંગત જીવન પણ રહસ્યમયી અને ખાનગી
રતન ટાટાનું જીવન જેટલું પ્રેરક અને સફળ રહ્યું તેટલું તેમનું અંગત જીવન પણ રહસ્યમયી અને ખાનગી રાખવામાં આવ્યું હતું, તે અત્યંત વિન્રમ અને સંવેદનશિલ વ્યક્તિ હતા. તેમણે પોતાના અંગત જીવનને ક્યારેયપણ સાર્વજનિક રૂપે જાહેર કર્યું નથી, જોકે તેમના જીવનની એક અનોખી દિલચસ્પ પ્રેમ કથા પણ છે, જે તેમના વ્યક્તિત્વને માનવીય પક્ષને દર્શાવે છે.
1960ના દશકામાં અમેરિકામાં થયો હતો પ્રેમ
રતન ટાટાની પ્રેમ કથાનો ઉલ્લેખ તેમણે ખુદ એક ઈન્ટરવ્યુંમાં કર્યો હતો. 1960ના દશકામાં જ્યારે તેઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત એક યુવતી સાથે થઈ હતી, જેને તેઓ પ્રેમ કરવા લાગ્યા હતા. તેમનો પ્રેમ ઉંડો હતો, અને બન્ને જણા એક-બીજા સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર હતા. રતન ટાટા તે સમય અમેરિકામાં જ રહેવા ઈચ્છતા હતા અને પોતાનું જીવન ત્યાં જ પસાર કરવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ આ પ્રેમ કથાનો અંત હૃદયને સ્પર્શી જાય તેવો છે, જ્યારે રતન ટાટાની દાદીની તબિયત અચાનક બગડી ત્યારે તેઓ ભારત પરત ફર્યા હતા. તેમણે વિચાર્યું હતું કે તેમની પ્રેમિકા જલ્દી જ ભારત આવી જશે અને તેઓ અહિંયા લગ્ન કરી લેશે, પરંતુ ત્યારે ભારત અને ચીન વચ્ચે 1962માં યુદ્ધ થયું, અને તેમની પ્રેમિકાના પરિવારે ભારત આવવા માટે મનાઈ ફરમાવી દીધી હતી, આમ આ પરિસ્થિતિઓના કારણે તેમની પ્રેમ કથા ક્યારેય પૂરી ના થઈ શકી.
રતન ટાટાએ આ ઘટના પછી લગ્ન નહોતા કર્યા
રતન ટાટાએ આ ઘટના પછી તેમણે ક્યારેય પણ લગ્ન કર્યા નહોતા. તેમણે પોતાનું જીવન સંપૂર્ણ રીતે વેપાર અને સમાજ સેવા માટે અર્પણ કર્યું હતું. તેમની પ્રેમ કથા આજે પણ અકથિત અને અત્યંત સંવેદનશીલ રૂપ તરીકે ઓળખાય છે. રતન ટાટાએ આ સંબધમાં ક્યારેય પણ કોઈને દોષ આપ્યો નથી, પરંતુ તેને આ જીવનનો એક ભાગ માનતા હતા, તેમની આ પ્રેમકથા તેમના જીવનના એ પક્ષને દર્શાવે છે, જેમાં તેમણે સાદગી અને સમ્માનની સાથે જીવતા શીખવાડ્યું છે.
રતન ટાટા અને સિમિ ગરેવાલ વચ્ચે હતા રોમાંટિક સંબંધ
રતન ટાટા અને સિમિ ગરેવાલ વચ્ચે એક સમયે રોમાંટિક સંબંધ હતા, આ એક એવી પ્રેમ કથા છે, જેને બહુંજ ઓછા લોકો જાણે છે, સિમિ ગરેવાલે ખુદ આ સંબંધ વિશે વાત કરી હતી, અને તેને અત્યંત ખાસ ગણાવી હતી. ફિલ્મ દો બદનની અભિનેત્રી સિમી ગરેવાલે રતન ટાટાને એક પરફેક્શનિસ્ટ ગણાવ્યા હતા, અને એ બાબત પર ખાસ જોર આપ્યું હતું કે તેમનો અને રતન ટાટાનો ઊંડો ઈતિહાસ રહ્યો છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યું રતન ટાટાની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ખૂબજ વિન્રમ, મજાકીયા અને એક સાચા જેન્ટલમેન છે. સિમિએ એપણ કહ્યું હતું કે રતન ટાટાએ ક્યારેય પણ પૈસા-દૌલતને પ્રાથમિકતા નથી આપી.
સિમિ ગરેવાલે ઈન્ટરવ્યું રતન ટાટા સાથેના સંબંધોનો કર્યો હતો ખુલાસો
સિમિ ગરેવાલે પોતાના ટેલિવિઝન શો રેંડજવસ વિધ સિમી ગરેવાલથી ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમાં તેઓ સેલેબ્રિટિઝ સાથેના ઊંડા અને વ્યક્તિગત સંબધોનો ખુલાસો કરતી હતી, જેનાથી તેમના જીવનનાં કેટલાક રહસ્યો પણ ખુલ્યા હતા. સિમિ ગરેવાલનું ફિલ્મી કરિયર દમદાર અને શાનદાર રહ્યો હતો. તેમણે મેરા નામ જોકર, કર્ઝ અને ચલતે ચલતે જેવી સંખ્યાબંધ હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
1991માં JRD ટાટાની સેવા નિવૃત થયા પછી, રતન ટાટાએ બિઝનેસ હાઉસની બાગડોર સંભાળી હતી. તે સમયે ટાટા સમૂહ કેટલાક પાંરપરિક અને ખાસ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું, પરંતુ રતન ટાટાનો વિચાર અલગ હતો. પોતાની મહેનત અને ક્ષમતાના આધારે ટાટા ગ્રુપના વ્યવસાયને વૈશ્વિક સ્તર પર લઈ જવા ઈચ્છતા હતા. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે નવા વિસ્તારમાં બિઝનેસને આગળ ધપાવ્યો હતો. રતન ટાટાની મહેનત અને કુશળતાના કારણે ટાટા સમૂહે વિશ્વ સ્તરે નવી ઉંચાઈઓ સર કરી હતી.
વર્ષ 2008માં નેનો કાર લોન્ચ
રતન ટાટાએ વર્ષ 2008માં ટાટા નેનોને લોન્ચ કરી હતી, તે વિશ્વની સૌથી સસ્તી કાર તરીકે ઓળખાતી હતી. તેની કિંમત અંદાજીત એક લાખ રૂપિયા હતા. આ રતન ટાટાનું સપનું હતું કે તમામ ભારતીય પરિવારો પાસે એક કાર હોય, નૈનોનો વિચાર તેમના હૃદય સાથે જોડાયેલો હતો.
રતન ટાટા પ્રેરણાના સ્ત્રોત
રતન ટાટાના વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો, તેઓ માત્ર એક બિઝનેસમેન જ નહીં, પરંતુ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ હતા. તેઓ પોતાના ગ્રુપ સાથે જોડાયેલા નાનામાં નાના કર્મચારીને પણ પોતાનો પરિવાર માનતા હતા અને તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડી નથી, આના ઘણા ઉદાહરણો છે. આ સિવાય તેને પ્રાણીઓ ખાસ કરીને રખડતા શ્વાનોનની સંભાળ રાખવાનો ખૂબ શોખ હતો. તેમણે ઘણી NGO અને એનિમલ શેલ્ટર્સને પણ દાન આપ્યું હતું. આ ઉપરાંત, તે કોઈપણ આપત્તિના કિસ્સામાં મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા, મુંબઈમાં 26/11નો હુમલો હોય કે કોરોના રોગચાળો સહિતની તમામ સ્થિતિમાં મદદ કરી હતી.
રતન ટાટાના નિધન પછી, ટાટાના ઉત્તરાધિકારી કોણ
રતન ટાટાના નિધન પછી, ટાટાના ઉત્તરાધિકારી કોણ બનશે અને તેમનું સ્થાન કોણ લેશે... આ એક મહત્ત્વનો વિષય બની ગયો છે. ટાટા ગ્રુપના વિશાળ બિઝનેસ સામ્રાજ્યની દેખરેખ કોણ કરશે? ટાટા ગ્રુપમાં ઉત્તરાધિકાર યોજના પહેલાથી જ અસ્તિત્વમાં છે. એન ચંદ્રશેખરને 2017માં હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. પરિવારના અન્ય લોકો વ્યવસાયના વિવિધ ભાગોનું નેતૃત્વ કરી રહ્યા છે અને જેઓ ભવિષ્યમાં નેતૃત્વની ભૂમિકાઓ સંભાળશે.
નોએલ ટાટા રેસમાં આગળ છે
નેવલ ટાટાની બીજી પત્ની સિમોનથી જન્મેલા નોએલ ટાટા, રતન ટાટાના સાવકા ભાઈ છે. આ કૌટુંબિક બોન્ડ નોએલ ટાટાને વારસામાં ટાટા વારસાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને રાખે છે. જો કે, તેની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને, તેના ત્રણ બાળકોમાંથી કોઈપણ એકને જવાબદારી સોંપવામાં આવી શકે છે.
રતન ટાટાએ આપેલા કેટલાક સૂવિચાર
"હું યોગ્ય સાચા નિર્ણય લેવામાં નથી માનતો. હું પહેલા નિર્ણય લઉં છું અને પછી તેને સાચો બનાવું છું."
"જો તમારે ઝડપથી આગળ વધવું હોય તો એકલા ચાલો, પણ જો તમારે દૂર સુધી જવું હોય તો સાથે જાવ."
"કોઈ લોખંડનો નાશ કરી શકતું નથી, પરંતુ તેનો પોતાનો કાટ જ તેને નષ્ટ કરી શકે છે! તેવી જ રીતે, કોઈ માણસનો નાશ કરી શકતો નથી, પરંતુ તેની પોતાની માનસિકતા તેનો નાશ કરી શકે છે!"
"હું એવા લોકોની પ્રશંસા કરું છું જેઓ ખૂબ જ સફળ છે. પરંતુ જો તે સફળતા ખૂબ જ નિર્દયતાથી પ્રાપ્ત થઈ હોય, તો હું તે વ્યક્તિની પ્રશંસા તો કરીશ, પરંતુ તેનો આદર કરી શકતો નથી."
"ખૂબ ગંભીર ન બનો, જીવનનું આનંદ માણો."
"લોકો જે પથ્થરો તમારા પર ફેંકે છે તેમને એકઠા કરી તેમનો ઉપયોગ સ્મારક બનાવવા માટે કરો."
અનેક પુરસ્કારોથી સન્માનિત
રતન ટાટાને ઘણા નોંધપાત્ર પુરસ્કારો અને સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી દ્વારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના માનદ ડોક્ટર, ઉરુગ્વે સરકાર દ્વારા ઉરુગ્વે ઓરિએન્ટલ રિપબ્લિક મેડલ, કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કાયદાના માનદ ડોક્ટર, સિંગાપોર સરકાર દ્વારા માનદ નાગરિક પુરસ્કાર, બ્રિટનના રાણી એલિઝાબેથ (બીજા) દ્વારા ઓનરરી નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (KBE), ઇટાલિયન સરકાર દ્વારા ઇટાલિયન રિપબ્લિકના ઓર્ડર ઓફ મેરિટના ગ્રાન્ડ ઓફિસર, એશિયન એવોર્ડ્સ દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર, જાપાન સરકાર દ્વારા ગ્રાન્ડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન, ફ્રાન્સ સરકાર દ્વારા લીજન ઓફ ઓનરના કમાન્ડર સહિતના અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.








