કર્ણાટકની મહિલામાં 'દુર્લભ' પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આપી માન્યતા

દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય તેવું એક નવું Blood Group દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં રહેતી 38 વર્ષની એક મહિલામાં મળી આવ્યું છે. આ મહિલા કોલારમાં કાર્ડિયાક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થઇ ત્યારે ડૉક્ટરને તેના લોહીના આ દુર્લભ ગ્રુપની જાણ થઇ હતી.
શું છે આ Blood Group?
આ મહિલાનું Blood Group ORH+ પોઝિટિવ હતું. આ એક સામાન્ય બ્લડ ગ્રુપ છે પણ ઉપલબ્ધ O+ પોઝિટિવ બ્લડ ગ્રુપમાંથી એક પણ યુનિટ તેને મેચ થતું ન હોવાથી તેને Rare માનવામાં આવતા હોસ્પિટલે વધુ તપાસ માટે કેસ બેંગ્લોર TTK બ્લડ સેન્ટર ખાતે આવેલી એડવાન્સ્ડ ઇમ્યુનોહેમેટોલોજી રેફરન્સ લેબોરેટરીને મોકલી આપ્યો હતો.
આ લેબોરેટરીએ મહિલાના લોહીના ગ્રુપને મેચ થાય તેવું લોહી મેળવવા માટે તેના પરિવારના 20 સભ્યોના લોહીના નમૂના મેળવ્યા પણ એક પણ તેની સાથે મેચ ન થયો.
UK મોકલાયા લોહીના નમૂના
આ કેસમાં Blood ટ્રાન્સફયુઝન કરવાની જરૂર ન પડે એ રીતે એકદમ કાળજી રાખી સર્જરી પાર પાડવામાં આવી હતી. અને તે દરમ્યાન મહિલાના તથા તેના પરિવારના સભ્યોના લોહીના નમૂનાઓને UKમાં બ્રિસ્ટોલમાં આવેલી ઇન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા. જ્યાં 10 મહિના સઘન સંશોધન અને મોલિક્યુલર ટેસ્ટિંગના અંતે અજાણ્યા બ્લડ ગ્રુપ એન્ટીજનને શોધી કઢાયો.
આ એક ઐતિહાસિક શોધ છે
જુન 2025માં ઇટાલીના મિલાન શહેરમાં 35મી રિજિયોનલ કોંગ્રેસ ઓફ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં આ ઐતિહાસિક શોધની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે કર્ણાટકની આ મહિલા CRIB એન્ટીજન ધરાવતી પ્રથમ વ્યક્તિ બની છે. લોહીના ગ્રુપના નવા નામ CRનો અર્થ ક્રોમર અને આઇનો અર્થ ઇન્ડિયા અને બીનો અર્થ બેન્ગાલુરૂ થાય છે. બેન્ગલોર TTK બ્લડ સેન્ટરના ડો. અંકિત માથુરે આ કેસમાં ઉંડો રસ લઇ તેની વિગતો જાહેર કરી હતી.

