Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indian Railways: Western Railway will run a tri-weekly special train between Bhuj-Rajkot

Indian Railways: પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Indian Railways: પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન
સોર્સ : Google

Indian Railways: ભારતીય રેલ દરેક વખતે પ્રવાસીઓ માટે કંઈક નવીન કરતી હોય છે. પ્રવાસીઓની સુવિધા અને આવવા-જવા માટે નવી ટ્રેનો, સ્ટોપેજ જેવી સુવિધા આપતી હોય છે. આ વખતે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.ટ્રેન નંબર 09546 ભુજ-રાજકોટ સ્પેશિયલ 30 જુલાઈ 2025 થી 28 સપ્ટેમ્બર 2025 સુધી ભુજથી  દરેક બુધવાર, શુક્રવાર અને રવિવારે 23.15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 05.50 કલાકે રાજકોટ પહોંચશે.

App Store

આ જ રીતે ટ્રેન નંબર 09545 રાજકોટ-ભુજ સ્પેશિયલ 29 જુલાઈ 2025 થી 27 સપ્ટેમ્બર 2025 સુધી દરેક મંગળવાર, ગુરૂવાર અને શનિવારે રાજકોટ થી 22.30 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 05.00 કલાકે ભુજ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામાખ્યાલી, માલિયા-મિયાણા, દહિંસરા તથા મોરબી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે. 

ટ્રેન નંબર 09546/09545નું બુકિંગ 26 જુલાઈ 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી  www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.