LIC's Smart Pension Plan: નિવૃત્તિ માટે સુરક્ષિત આવક જોઈએ છે? રૂપિયા 10 લાખનું રોકાણ કરીને રૂપિયા 85,000 સુધીનું વાર્ષિક પેન્શન મેળવો, જાણો કેવી રીતે

LIC's Smart Pensio

LIC's Smart Pension Plan: નિવૃત્તિ માટે સુરક્ષિત આવક જોઈએ છે? રૂપિયા 10 લાખનું રોકાણ કરીને રૂપિયા 85,000 સુધીનું વાર્ષિક પેન્શન મેળવો, જાણો કેવી રીતે

LIC's Smart Pension Plan: નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ પ્લાન કરી રહ્યા છો અને ઇચ્છો છો કે, દર મહીને એક ચોક્કસ રકમ મળે? તો LICનો નવો સ્માર્ટ પેન્શન પ્લાન તમારા માટે એક વિશ્વસનીય વિકલ્પ બની શકે છે. આ એક સિંગલ પ્રીમિયમ, તાત્કાલિક વાર્ષિકી યોજના છે, જેમાં એકવાર તમે રોકાણ કરો છો, તો તમને જીવનભર પેન્શનની સુવિધા મળે છે. આ યોજના 18 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવી છે.

શું છે એલઆઇસી સ્માર્ટ પેન્શન યોજના?

જાહેરાત

આ એક નોન લિન્ક્ડ, નોન પાર્ટિસિપેટિંગ યોજના છે, એટલે કે આ યોજના શેરબજાર સાથે સંકળાયેલી નથી  અને તેમાં બોનસ જેવા વધારાના લાભ નથી મળવાના. આ યોજના વ્યક્તિગત અને જૂથ બંને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. એકવાર પ્રીમિયમ ચૂકવી દેવામાં આવે પછી, પોલિસીધારકને એક નિશ્ચિત માસિક પેન્શન મળે છે, જે જીવનભર ચાલુ રહે છે.

આ લાભ કોણ મેળવી શકે છે?

આ યોજના ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી છે. જે લોકો તેમના માતાપિતા, જીવનસાથી અથવા બાળકોના નામે સંયુક્ત પેન્શન લેવા માંગે છે તેમના માટે જોઇન્ટ લાઇફ એન્યુઇટી નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

ઉપલબ્ધ એન્યુઇટી વિકલ્પો:

આ યોજના વિવિધ વિકલ્પો ઓફર કરે છે, જેમ કે:

સિંગલ લાઇફ એન્યુટી:

માત્ર પોલિસીધારકના જીવનકાળ માટે પેન્શન

નિશ્ચિત મુદત + આજીવન પેન્શન (5, 10, 15 અથવા 20 વર્ષ)

3% અથવા 6% ની સરળ વૃદ્ધિ સાથે આજીવન પેન્શન

મૃત્યુ પછી બાકીના રોકાણનું વળતર

જોઇન્ટ લાઇફ એન્યુઇટી: 

જીવનસાથી અથવા અન્ય સંબંધીઓ સાથે વહેંચાયેલ પેન્શન

પોલિસીધારકના મૃત્યુ પછી, 50% અથવા 100% પેન્શન લાભ અન્ય વ્યક્તિને જાય છે

3% વાર્ષિક વધારાની વિકલ્પ પણ ઉપલબ્ધ છે

મૃત્યુ પછી નોમિનીને ત્રણ વિકલ્પો મળે છે

અગર પોલિસી ધારકનું મૃત્યુ થાય તો નોમિનીને નીચે પ્રમાણેના લાભ મળશે.

-લમસમ રકમ

-હપ્તામાં ચુકવણી

-આ રકમમાંથી નોમિનીને પણ એન્યુટીની સુવિધા

વધારાના લાભો:

મોટા રોકાણો પર વધારાના લાભો (ઉચ્ચ ખરીદ કિંમત પ્રોત્સાહન)

જો તમે પહેલાથી જ LIC પોલિસીધારક છો અથવા મૃત પોલિસીધારકના નોમિની છો, તો તમે વધારાના ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો

તરલતા વિકલ્પ: કટોકટીના કિસ્સામાં આંશિક ઉપાડનો વિકલ્પ કર લાભો પણ ઉપલબ્ધ છે

તમે તેને ક્યાંથી ખરીદી શકો છો?

તમે આ પ્લાન LIC એજન્ટ, POSP, કોમન સર્વિસ સેન્ટર અથવા સીધા www.licindia.in વેબસાઇટ પરથી ઓનલાઇન ખરીદી શકો છો.

LIC સ્માર્ટ પેન્શન યોજનામાં રૂપિયા10 લાખનું રોકાણ કરવા પર તમને વાર્ષિક કેટલું પેન્શન મળશે? બધા વિકલ્પો જાણો.

જો તમે તમારી નિવૃત્તિ માટે સ્થિર અને ખાતરીપૂર્વકની આવક શોધી રહ્યા છો, તો ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) સ્માર્ટ પેન્શન પ્લાન 2025 તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજના એક સિંગલ પ્રીમિયમ તાત્કાલિક એન્યુટી યોજના છે, જેમાં તમને ₹ 10 લાખના રોકાણ પર જીવનભર ગેરંટી સાથે પેન્શન મળે છે.

અહીં અમે તમને જણાવીએ છીએ કે 60 વર્ષની ઉંમરે ₹10 લાખનું રોકાણ કરવા પર આ એલઆઇસી યોજનાના કયા વિકલ્પમાં તમને વાર્ષિક કેટલું પેન્શન મળશે.

સિંગલ લાઇફ એન્યુઇટી વિકલ્પોમાં મળનારુ વાર્ષિક પેન્શન

વિકલ્પ A – જીવનભર માટે નિશ્ચિત પેન્શન: રૂપિયા 85,000

વિકલ્પ B1 – 5 વર્ષ માટે નિશ્ચિત પેન્શન, પછી જીવનભર માટે: રૂપિયા 84,500

વિકલ્પ B2 – 10 વર્ષ માટે નિશ્ચિત પેન્શન, પછી જીવનભર માટે: રૂપિયા 83,200

વિકલ્પ B3 – 15 વર્ષ માટે નિશ્ચિત પેન્શન, પછી જીવનભર માટે: રૂપિયા 81,400

વિકલ્પ B4 – 20 વર્ષ માટે નિશ્ચિત પેન્શન, પછી જીવનભર માટે: રૂપિયા 79,200

વિકલ્પ C1 – 3% વાર્ષિક વધારા સાથે આજીવન પેન્શન:  રૂપિયા 66,200

વિકલ્પ C2 – 6% વાર્ષિક વધારા સાથે આજીવન પેન્શન: રૂપિયા 54,800

વિકલ્પ D – આજીવન પેન્શન + બાકી પ્રીમિયમ પરત: રૂપિયા 81,700

વિકલ્પ E1 – 75 વર્ષની ઉંમર પછી પ્રીમિયમનું 50% વળતર: રૂપિયા 57,900

વિકલ્પ E2 – 75 વર્ષ પછી પ્રીમિયમનું 100% વળતર: રૂપિયા 51,000

વિકલ્પ E3 – 80 વર્ષ પછી પ્રીમિયમનું 50% વળતર: રૂપિયા 61,400

વિકલ્પ E4 – 80 વર્ષ પછી પ્રીમિયમનું 100% વળતર: રૂપિયા 57,900

વિકલ્પ E5 – 76 થી 95 વર્ષની ઉંમર વચ્ચે દર વર્ષે પ્રીમિયમનું 5% વળતર: રૂપિયા 60,900

વિકલ્પ F – આજીવન પેન્શન + સંપૂર્ણ પ્રીમિયમ પાછા: રૂપિયા 64,900

સંયુક્ત જીવન એન્યુઇટી વિકલ્પોમાં વાર્ષિક પેન્શન આપવામાં આવે છે

જો તમે તમારા જીવનસાથી અથવા પરિવારના સભ્ય સાથે સંયુક્ત પેન્શન યોજના લેવા માંગતા હો, તો તમે આ વિકલ્પોનો વિચાર કરી શકો છો.(60 વર્ષની ઉમરના પ્રાથમિક એન્યુટેન્ટ અને 55 વર્ષના સેકન્ડરી એન્યુટેન્ટના આધાર પર)

વિકલ્પ G1 – પ્રાથમિક એન્યુટેન્ટના મૃત્યુ પર સેકન્ડરીને 50% પેન્શન: રૂપિયા 78,900

વિકલ્પ G2 – પ્રાથમિક એન્યુટેન્ટના મૃત્યુ પર સેકન્ડરીને 100% પેન્શન: રૂપિયા 74,000

વિકલ્પ H1 – 3% વાર્ષિક વધારો + પ્રાથમિક એન્યુટેન્ટના મૃત્યુ પર સેકન્ડરીને 50% પેન્શન: રૂપિયા 60,200

વિકલ્પ H2 – 6% વાર્ષિક વધારો + પ્રાથમિક એન્યુટેન્ટના મૃત્યુ પર સેકન્ડરીને 50% પેન્શન: રૂપિયા 49,400

વિકલ્પ I1 – ૩% વાર્ષિક વધારો + મૃત્યુ પર સેકન્ડરી સભ્યને ૧૦૦% પેન્શન: રૂપિયા ૫૫,૬૦૦

વિકલ્પ I2 – ૬% વાર્ષિક વધારો + મૃત્યુ પર સેકન્ડરી સભ્યને ૧૦૦% પેન્શન: રૂપિયા ૪૫,૧૦૦

વિકલ્પ J – જીવનસાથીમાંથી કોઈ એક જીવિત રહે ત્યાં સુધી ૧૦૦% પેન્શન + મૃત્યુ પર સંપૂર્ણ પ્રીમિયમ પરત: રૂપિયા ૬૪,૩૦૦

રોકાણકારો માટે સલાહ

એલઆઈસી સ્માર્ટ પેન્શન પ્લાન એવા લોકો માટે યોગ્ય છે જેઓ એક સામટી રકમના રોકાણ દ્વારા આજીવન આવકની ખાતરી ઇચ્છે છે. આ યોજના ખાસ કરીને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો તમે સુરક્ષિત અને નિશ્ચિત વળતર સાથે પેન્શન યોજના ઇચ્છતા હો, તો એલઆિસીની આ યોજના તમારા ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. રોકાણ કરતા પહેલા, તમે તમારા જોખમ અને જરૂરિયાત અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો   

આ સમાચાર શેર કરો

જાહેરાત