Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad plane crash: No defect found in Air India's Dreamliner's fuel system: FAA investigation reveals

Ahmedabad plane crash: એર ઇન્ડિયાના ડ્રીમ લાઇનરની ફ્યુઅલ સિસ્ટમમાં કોઇ ખામી ન મળીઃ FAAની તપાસમાં ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad plane crash: એર ઇન્ડિયાના ડ્રીમ લાઇનરની ફ્યુઅલ સિસ્ટમમાં કોઇ ખામી ન મળીઃ  FAAની તપાસમાં ખુલાસો
સોર્સ : GSTV

Ahmedabad plane crash: અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)નો તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એફએએએ કહ્યું છે કે ઇંધણ નિયંત્રણ પ્રણાલીમાં કોઈ યાંત્રિક ખામી જોવા મળી નથી, જે ગયા મહિને એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનરના ક્રેશનું કારણ હોઈ શકે છે. 12 જૂને અમદાવાદથી ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી થયેલા આ અકસ્માતમાં ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એર ઇન્ડિયાના તાજેતરના ઇતિહાસમાં આ અકસ્માતને સૌથી ખતરનાક વિમાન અકસ્માત ગણાવવામાં આવી રહ્યો છે.

App Store

રોઇટર્સના રિપોર્ટ પ્રમાણે, એફએએા એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે વિસ્કોન્સિનમાં એક ઉડ્ડયન કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે તપાસકર્તાઓને ફ્યુઅલ સિસ્ટમ યુનિટમાં ખામીના કોઈ સંકેતો મળ્યા નથી અથવા ફ્યુઅલ સ્વીચમાં અનિચ્છનીય હેરફેરના કોઈ પુરાવા મળ્યા નથી.

બેડફોર્ડે કહ્યું, "અમને ખાતરી છે કે આ ફ્યુઅલ કંટ્રોલમાં અજાણતા થયેલી ગડબડનો કેસ નથી." મિકેનિકલ ખરાબીની શક્યતાને કાફી હદ સુધી  નકારી કાઢવામાં આવી છે.

અમદાવાદ-લંડન ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી.

આ અકસ્માત ત્યારે થયો જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171, 242 મુસાફરોને લઈને લંડન ગેટવિક જઈ રહી હતી. અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજ સાથે વિમાન અથડાતાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો, જમીન પર રહેલા 19 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો - 28 વર્ષીય બ્રિટિશ ભારતીય મૂળનો વિશ્વાસ કુમાર રમેશ, જે સીટ 11A પાસેના ક્ષતિગ્રસ્ત ઇમરજન્સી એક્ઝિટ ગેટમાંથી બહાર નીકળ્યો હતો.

ફ્યુઅલ સ્વીચ કટઓફનો મુદ્દો પ્રકાશમાં આવ્યો

ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા યુએસ NTSB ની મદદથી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો - જે એન્જિનમાં ફ્યુઅલ ફ્લોને નિયંત્રિત કરે છે -ઉડાન ભર્યાની થોડીક સેકન્ડ પછી, સ્વીચ 'કટઓફ' સ્થિતિમાં ગયો, જેના કારણે એન્જિનને ઇંધણ પુરવઠો અચાનક બંધ થઈ ગયો. જોકે 10 સેકન્ડમાં સ્વીચ 'રન' સ્થિતિમાં પાછું આવી ગયું, પરંતુ એન્જિન સમયસર ફરીથી થ્રસ્ટ મેળવી શક્યા નહીં.

કોકપીટ રેકોર્ડિંગમાંથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી

કોકપીટ વોઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ બીજાને ફ્યુઅલ સ્વીચની હિલચાલ વિશે પૂછે છે, જ્યારે બીજો પાઇલટ તેનો ઇનકાર કરતો હોય તેવું લાગે છે. તપાસ ટીમે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે, આ વાતચીત ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર અથવા કેપ્ટન સુમીત સભરવાલ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તારણો હજુ સુધી જાહેર થયા નથી, એએઆઇબી તપાસ કરી રહ્યું છે કે સ્વિચ મૂવમેન્ટ માનવીય ભૂલ, વાતચીતમાં ભૂલ કે  અથવા સિસ્ટમ સંબંધી નિષ્ફળતાને કારણે થઈ હતી.

ડીજીસીએએ બોઇંગ સ્વિચ કંટ્રોલ સિસ્ટમની તપાસનો આદેશ આપ્યો

આ દુર્ઘટના બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ 14 જુલાઈના રોજ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત બોઇંગ 787 અને 737 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ પર લોકીંગ મિકેનિઝમનું તાત્કાલિક નિરીક્ષણ ફરજિયાત કર્યું હતું. પાલન માટે સમયમર્યાદા 21 જુલાઈ નક્કી કરવામાં આવી હતી.

એર ઇન્ડિયાએ હવે તેના તમામ વાઇડબોડી અને નેરોબોડી ફ્લીટનું નિરીક્ષણ પૂર્ણ કરી લીધું છે અને કોઈપણ અનિયમિતતાની જાણ કરી નથી. બોઇંગ અને એફએએએ એમ પણ જણાવ્યું છે કે લોકીંગ મિકેનિઝમ સહિત વર્તમાન સિસ્ટમ સલામત છે અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે ડિઝાઇનમાં કોઈ ફેરફારની જરૂર નથી.