Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Former postmaster sentenced by rural CBI court in case of embezzlement of customers' money

Ahmedabad news: ગ્રાહકોના નાણાંની ઉચાપત કેસમાં પૂર્વ પોસ્ટ માસ્ટરને ગ્રામ્ય CBI કોર્ટે ફટકારી સજા

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ગ્રાહકોના નાણાંની ઉચાપત કેસમાં પૂર્વ પોસ્ટ માસ્ટરને ગ્રામ્ય CBI કોર્ટે ફટકારી સજા
સોર્સ : Google

Ahmedabad news: ગ્રાહકોના નાણાંની ઉચાપત કેસમાં આખરે 20 વર્ષે CBIની ગ્રામ્ય કોર્ટે આરોપી સુનિલ પંચાલ પૂર્વ પોસ્ટ માસ્ટરને સજા ફટકારી હતી. 20 વર્ષે આરોપ પુરવાર થતા સીબીઆઈ કોર્ટે આરોપીને 3 વર્ષની કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. આરોપીએ વર્ષ-2005માં 83 હજારની રકમની ઉચાપત કરી હતી. જે અંગે અમદાવાદના કણભા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. 

App Store

મળતી માહિતી અનુસાર, પોસ્ટમાં રૂપિયા ભરી ગ્રાહકો વળતરની આશાએ વધુને વધુ રૂપિયા જમા કરાવીને શાંતિની નિદ્રાં લેતા પરંતુ વાડ જ ચીભડાં ગળે તેવી ઉક્તિ અહીં સાર્થક થતા ખુદ પૂર્વ પોસ્ટ માસ્ટર જ ગ્રાહકોના નાણાં ઓળવી ગયો હતો. વર્ષ-2005માં આરોપી સુનિલ પંચાલ જે પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા હતા. પોતાને ત્યાં ગ્રાહકોના નાણાં જમા થયા હતા. તેમાંથી સિફતપૂર્વક 83 હજાર રૂપિયાની ઉચાપત કરી દીધી હતી. જે બાદ આરોપી પૂર્વ પોસ્ટ માસ્ટર સુનિલ 
પંચાલ સામે કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કેસ ચાલી જતા આખરે 20 વર્ષે સીબીઆઈની ગ્રામ્ય કોર્ટે આરોપી સામે ચુકાદો આપી દેર આયે દુરસ્ત આયે જેવી ઉક્તિ પુરવાર કરી. આજે આ આરોપીને કોર્ટે 3 વર્ષની કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.  આ સમગ્ર કેસમાં મદદનીસ સરકારી વકીલ ભરત પ્રજાપતિએ દલીલ કરી હતી. ત્યારબાદ CBI કોર્ટ સજા ફટકારતા અવલોકન કર્યું કે, આરોપીને સજા આપવી ન્યાયોચિત છે.