Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex today: Market crash on the last day of the week! Sensex fell by 721 points; These 3 reasons are responsible for the decline

Sensex today: સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં કડાકો! સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટ્યો; ઘટાડા માટે આ 3 કારણો જવાબદાર

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Sensex today: સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં કડાકો! સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટ્યો; ઘટાડા માટે આ 3 કારણો જવાબદાર
સોર્સ : Google

Sensex today: વૈશ્વિક બજારોમાંથી મળતા સુસ્ત સંકેતો વચ્ચે, ભારતીય શેરબજાર શુક્રવારે (24 જુલાઈ) ના રોજ, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, લાલ નિશાનમાં બંધ થયું.1 ઓગસ્ટની સમયમર્યાદા પહેલા ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની અનિશ્ચિતતાએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી હતી. તે જ સમયે, ત્રિમાસિક પરિણામો પછી પસંદગીના શેરોમાં ઘટાડાને કારણે પણ બજારમાં ઘટાડો થયો હતો. ઉપરાંત, રોકાણકારો બ્રિટન સાથેના નવા વેપાર કરારની સમીક્ષા કરી રહ્યા છે.

App Store

આજે  બજાર તીવ્ર ઘટાડા સાથે બંધ થયું. આજે, નિફ્ટી માત્ર તેના મહત્વપૂર્ણ સ્તરોથી નીચે બંધ થયો, એટલું જ  જ નહીં, પરંતુ બેંક ઇન્ડેક્સ, જે છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો હતો, તેણે પણ શુક્રવારે હાર માની લીધી. આજે નાના અને મધ્યમ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો. ખરેખર, બજાજ ફાઇનાન્સના પરિણામો અને વધુ ટિપ્પણીઓએ બજારનો મૂડ બગાડ્યો. એ સમજવું જરૂરી છે કે,  કે બજાજ ફાઇનાન્સના પરિણામોમાં એવું શું હતું જેનાથી બજાર ભવિષ્ય માટે ખતરાની ઘંટડી વાગી ગઇ.? આજે બજાજ ફાયનાન્સના કારણે બજારમાં બ્રેક ડાઉન જોવા મળ્યું. વાસ્તવમાં કંપનીએ સ્ટ્રેસ વિશે વાત કરી છે અને કહ્યું છે કે બીજા ભાગમાં રિકવરી જોવા મળશે. જોકે બજાર આગામી ક્વાર્ટરથી રિકવરીની અપેક્ષા રાખતું હતું, પરંતુ એક મોટી એનબીએફસી દ્વારા સ્ટ્રેસની વાતે પણ બજારનો મૂડ બગાડ્યો. કારણ કે કંપની સ્ટ્રેસની વાત કરી રહી છે તો એનો મતલબ એ થયો કે, માગ અને ખપતના પણ પ્રશ્નો ઉભા થશે અને રોકાણકારોઆ વાતને નજરઅંદાજ ન કરી શકે, જેની અસર આજે બજાર પર જોવા મળી. હકીકતમાં, બજાજ ફાઇનાન્સની ટિપ્પણીઓ પછી, બજારને શંકા છે કે શું એફએમસીજી અને ઓટો સેક્ટરના પરિણામો પણ નબળા રહેશે કારણ કે મોટા એનબીએફસી તણાવની વાત કરી રહ્યા છે. અનુજના મતે, કમાણીની મોસમ હવે બજારમાં અન્ય તમામ પરિબળો પર ભારે પડી રહ્યું છે.

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ ૩૬૬ પોઈન્ટ અથવા ૦.45 ટકા ઘટીને 81,818 પર ખુલ્યો. બાદમાં, ઇન્ડેક્સનો ઘટાડો વધુ ઘેરો બન્યો. અંતે તે 721.08 પોઈન્ટ અથવા ૦.88% ઘટીને 81,463.09 પર બંધ થયો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 ઇન્ડેક્સ 25,000ની નીચે 24,946 પર ખુલ્યો, જે 116 પોઈન્ટ અથવા 0.46 ટકા ઘટીને બંધ થયો. અંતે તે 225 પોઈન્ટ અથવા 0.90 ટકા ઘટીને 24,837 પર બંધ થયો. આ સાથે, તે 25,000ના સપોર્ટ લેવલથી નીચે આવી ગયો. નિષ્ણાતોના મતે, નિફ્ટીમાં હવે 24700 માટે જગ્યા ખુલી ગઈ છે. 24950નું સ્તર જે સપોર્ટ તરીકે કામ કરી રહ્યું હતું તે હવે એક મોટો પ્રતિકાર હશે. આજના સત્રમાં નિફ્ટી સીરિઝના સૌથી નીચા સ્તરે પહોંચ્યો. જેના કારણે દબાણ વધુ વધ્યું છે.

ટોપ લૂઝર્સ અને ગેઇનર્સ

સેન્સેક્સની કંપનીઓમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક બેન્ક, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, ટાટા સ્ટીલ, રિલાયન્સ, પાવર ગ્રીડ અને એચયુએલના શેર શરૂઆતના કામકાજ દરમિયાન ખૂબ ઘટ્યા હતાં. આમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ, ICICI બેંક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એનટીપીસીના શેર લીલા નિશાનમાં રહ્યા હતા.

બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.46 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.89 ટકા ઘટ્યો.

નિફ્ટી-50ના ટોપ ગેનર્સની વાત કરવામાં આવે તો સિપ્લા ૩ ટકાના વધારા સાથે સૌથી વધુ વધનાર શેર રહ્યો. ત્યારબાદ એસબીઆઇ  લાઇફ 1.15 ટકા, એપોલો હોસ્પિટલ્સ ૧.૪૩ ટકા, ડૉ. રેડ્ડીઝ ૦.98 ટકા અને  એચડીએફસી લાઇફ ૦.67 ટકાના વધારા સાથે બીજા ક્રમે રહ્યો.

જો આપણે નિફ્ટી-50ના ટોચના ઘટાડા પર નજર કરીએ, તો બજાજ ફાઇનાન્સને સૌથી મોટો નુકસાન સહન કરવો પડ્યો, જેમાં 4.72 ટકાનો ઘટાડો થયો. આ પછી, ઇન્ડસઇન્ડ બેંક 2.86 ટકા, શ્રીરામ ફાઇનાન્સ 2.8 ટકા, બજાજ ઓટો 2.57 ટકા અને ટેક મહિન્દ્રા 2.45 ટકા ઘટ્યા.

બ્રોડર માર્કેટમાં નિફ્ટી મીડ કેપ ઇન્ડેક્સ 0.42 ટકા ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.6 ટકા ઘટ્યો હતો. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી પીએસયુ બેંક, ફાર્મા, હેલ્થકેર અને રિયલ્ટી સિવાય, શુક્રવારે શરૂઆતના વેપાર દરમિયાન એનએસઇ પર અન્ય સેક્ટરલ ઇન્ડેક્સમાં  નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

23 જુલાઈના રોજ બીએસઇ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 460.35 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 451.6 લાખ કરોડ રૂપિયા થઈ જતાં રોકાણકારોને માત્ર બે દિવસમાં રૂ. 9 લાખ કરોડનું નુકસાન થયું.

રોકાણકારો બ્રિટન સાથે નવા સાઇન થયેલા  મુક્ત વેપાર કરારની સમીક્ષા કરી રહ્યા છે, જે કાપડથી લઈને વ્હિસ્કી અને કાર સુધીના માલ પરના ટેરિફમાં ઘટાડો કરશે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, ભારત-યુકે FTA પર હસ્તાક્ષર થવાથી બંને દેશો વચ્ચે વાર્ષિક આશરે $34 બિલિયનનો વેપાર વધવાની અપેક્ષા છે. વર્તમાન પરિસ્થિતિમાં તે અત્યંત મહત્વપૂર્ણ છે. આનું કારણ એ છે કે ભારત અમેરિકા સાથે વેપાર અને ટેરિફ પર કરાર કરવા આતુર છે.

ભારત-અમેરિકા વેપાર કરાર અંગે અનિશ્ચિતતા

ભારતે બ્રિટનની સાથે એક મુક્ત વ્યાપાર સમજૂતિ પર હસ્તાક્ષર કરી દીધા છે. જોકે, બજારનું ધ્યાન સંપૂર્ણપણે ભારત અને અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર સોદા પર કેન્દ્રિત છે. હાલમાં, અટકળો ચાલુ છે. પરંતુ 1 ઓગસ્ટની ટેરિફ સમયમર્યાદા પહેલાં હજુ સુધી કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. આ બજારની સેન્ટિમેન્ટ્સને અસર કરી રહી છે.

ટ્રમ્પના ટેરિફની સમય મર્યાદા પૂરી થવાને એક સપ્તાહ જ બાકી છે. આવી સ્થિતિમાં, રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. બજાર એક એવા કરારની રાહ જોઈ રહ્યું છે જે 26 ટકાના વધતા ટેરિફ દરોને ટાળવામાં મદદ કરી શકે. કોઈપણ વિલંબ અથવા સ્પષ્ટતાનો અભાવ નજીકના ભવિષ્યમાં બજારમાં અસ્થિરતા પેદા કરી શકે છે.

આઇટી અને એફએમસીજી શેરોમાં ઘટાડો

મુખ્ય કંપનીઓના નિરાશાજનક ત્રિમાસિક પરિણામો પછી IT ક્ષેત્રે બજારનું સેન્ટિમેન્ટ પહેલાથી જ નબળું પાડી દીધું હતું. તે જ સમયે, એફએમસીજી  ક્ષેત્રે દબાણ ઔર વધાર્યું. ઉદ્યોગની દિગ્ગજ કંપની નેસ્લે ઇન્ડિયાનો નફો વાર્ષિક ધોરણે 13 ટકા ઘટીને રૂ. 464.6 કરોડ થયો છે, જે પાછલા વર્ષના રૂ. 746.6 કરોડ હતો, જેનાથી રોકાણકારો નિરાશ થયા છે. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.6 ટકા ઘટીને ઇન્ટ્રાડે 54,645ના નીચલા સ્તરે બંધ થયો. નેસ્લે ઇન્ડિયાના શેર 1.87 ટકા ઘટીને ₹2,277 પર બંધ થયા.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

શુક્રવારે એશિયન બજારોમાં ઘટાડો થયો. જાપાનનો નિક્કી 0.55% ઘટ્યો અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.73% ઘટ્યો. ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ 0.51% ઘટ્યો. જોકે, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.14% વધ્યો. અમેરિકામાં, ગયા અઠવાડિયે બેરોજગારીના દાવા 4,000 ઘટીને 2.17 લાખ થયા, જ્યારે અંદાજ 2.27 લાખ હતો. આ સતત છઠ્ઠું અઠવાડિયું છે જ્યારે બેરોજગારીના દાવાઓમાં ઘટાડો થયો છે. જોકે, સતત બેરોજગારીના દાવા વધીને 19.55 લાખ થયા, જે નવેમ્બર-2021 પછીનો બીજો સૌથી ઉચ્ચ સ્તર છે.

દરમિયાન, S&P ગ્લોબલ યુએસ કમ્પોઝિટ પીએમઆઇ જૂનમાં 52.9થી વધીને જુલાઈમાં 54.6 થયો, જે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી મજબૂત વિસ્તરણ છે, જેમાં સેવા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ અને ઉત્પાદનમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે.

વોલ સ્ટ્રીટ પર, S&P 500 અને Nasdaq એ નવા રેકોર્ડ બનાવ્યા. S&P 500 0.07% વધીને 6,363.35 પર બંધ થયો અને નાસ્ડેક 0.18% વધીને 21,057.96 પર બંધ થયો. ડાઉ જોન્સ 0.7% ઘટીને 44,693.91 પર બંધ થયો.