India અને UK વચ્ચે Free Trade Agreement: જાણો શું અસર થશે ભારતમાં વેચાણ પર

24 જુલાઈ 2025, શુક્રવારના રોજ india અને UKએ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. ઉલ્લેખનીય છે કે આ બાબતની વાટાઘાટો વર્ષ 2022થી ચાલી રહી હતી જેનું આજે સમાધાન આવ્યું છે. આ કરાર મુજબ હવેથી India અને Uk ખુબ જ નહિવત એવા Tariff સાથે વેપાર કરશે. અને જેનાથી દેશમાં વિદેશી વસ્તુઓના ભાવ પર પણ અસર પડશે.
India અને UK વચ્ચે થયો કરાર
Free Trade Agreement મુજબ હવે ભારતનો 99% માલ UKમાં 0 Teriff પર નિકાસ કરવામાં આવશે જ્યારે UKનો 99% માલ 3% સરેરાશ Tariff પર આયાત કરવામાં આવશે. આ કરારને કારણે વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 અબજ ડોલર થઈ શકે તેવી ધારણા કરવામાં આવી રહી છે. Commerce Minister piyush Goyal અને બ્રિટિશ Commerce Minister Jonathan Reynoldsએ PM મોદી અને તેના UK સમકક્ષ Kier Starmerની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા.
Indiaના વેપાર પર કરારની અસર
India દ્વારા આયાતી Whiskey પરનો Tariff 150%થી ઘટાડી 75% કરવામાં આવશે. અને કરારના 10મા વર્ષ સુધીમાં આ Tariff પાછળથી 40% સુધી કરવામાં આવશે. જેના કારણે UKમાંથી આયાત કરાતી Whisky ભારતમાં સસ્તી બનશે. આ માત્ર Whiskey જ નહિ પરંતુ અન્ય ઘણી બધી ચીજ-વસ્તુઓ જે UKથી આયાત કરવામાં આવે છે તેના ભાવમાં પણ ઘટાડો થશે.
જાણો કઈ કઈ ચીજ-વસ્તુઓના ભાવમાં થશે ઘટાડો
UKથી આયાત થતી વસ્તુઓ પર સરેરાશ Tariff 15%થી ઘટાડીને 3% કરી દેવામાં આવશે. 10 વર્ષમાં 85% માલ સંપુર્ણપણે Tariff-મુક્ત બની જશે. અને જેને કારણે ભારતમાં ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળશે. જેમ કે 5,000ની કિંમતની Scotch Bottle રુપીયા 3,500માં ઉપલબ્ઘ થશે. અને luxurious Carનો Tariff 100%થી ઘટીને 10% થશે, જેને કારણે આવી Car 20થી 30% સસ્તી થઈ શકે છે. ખાદ્ય અને પીણાંના ભાવ પર પણ આની અસર થઈ શકે છે, જેમ કે Chocolate, Biscuit, Soft Drink વગેરેના ભાવમાં પણ ઘટાડો થશે. આ સાથે જ તબીબી ઉપકરણો જેવા કે UK COsmetics પર ઓછો Tariff લગાવવામાં આવશે એટલે કે 15%થી ઘટીને 3% કરવામાં આવશે જેના પરિણામે આ વસ્તુઓ સસ્તી થશે.
Indiaના ઉદ્યોગક્ષેત્રને પણ થશે લાભ
આ Trade Dealથી Indiaના કાપડ, ઘરેણાં અને ચામડાની વસ્તુઓ બનાવતા ઉદ્યોગો, Engineering સામાન અને Auto Parts બનાવતા ઉદ્યોગો, દવાઓ અને તબીબી ઉપકરણો બનાવતા ઉદ્યોગો, ખાદ્ય પદાર્થ (જેમ કે, ચા, મસાલા અને દરિયાઈ ઉત્પાદનો)ના ઉદ્યોગો વગેરે જેવા ઉદ્યોગોને ફાયદો થશે. આ Trade Dealથી ભારતીયય ઉદ્યોગો પોતાના ઉત્પીદનના વિદેશી નિકાસમાં વધારો કરી શકે છે.

