Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ranchi RSS Office Attack Plotted In Dubai: Police

દુબઈમાં Brainwash, પાકિસ્તાની હેન્ડલર અને રાંચીમાં પેટ્રોલ બોમ્બ બ્લાસ્ટ: RSS કાર્યાલય પર હુમલાની ચોંકાવનારી ઇનસાઇડ સ્ટોરી

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
દુબઈમાં Brainwash, પાકિસ્તાની હેન્ડલર અને રાંચીમાં પેટ્રોલ બોમ્બ બ્લાસ્ટ: RSS કાર્યાલય પર હુમલાની ચોંકાવનારી ઇનસાઇડ સ્ટોરી
સોર્સ : gstv

રાંચીના નિવારણપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રાંતીય કાર્યાલય પર મંગળવારે રાત્રે થયેલા પેટ્રોલ બોમ્બ હુમલા મામલે પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હુમલાના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, આ આખા હુમલાનું કાવતરું દુબઈમાં ઘડવામાં આવ્યું હતું. અને પકડાયેલા આરોપીઓમાંથી એકનું કનેક્શન પાકિસ્તાની હેન્ડલર શાહબાઝ ભટ્ટી સાથે હોવાની પુષ્ટિ થઈ છે.

App Store

પોલીસે આ કેસમાં બે હુમલાખોરો સહિત ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં સૈફ અન્સારી, અમન અન્સારી અને સાયમ સુજાન સામેલ છે. રાંચી પોલીસની આ તપાસે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

હુમલાનો વીડિયો પાકિસ્તાન મોકલાયો

Investigation દરમિયાન સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકે સંઘ કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો અને બીજા આરોપીએ તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર શાહબાઝ આલમ ઉર્ફે ભટ્ટીને મોકલવામાં આવ્યો હતો.

રાંચીના એસએસપી રાકેશ રંજને જણાવ્યું કે, આ ઘટના પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય મોડ્યુલ હોવાની શક્યતાઓને નકારી શકાય નહીં. હાલ એટીએસ આ મામલે દરેક બારીકાઈથી તપાસ કરી રહી છે.

દુબઈમાં થયો હતો મુખ્ય આરોપીનો બ્રેઈનવોશ

પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી સૈફ અન્સારી અગાઉ દુબઈમાં એસી મિકેનિક તરીકે કામ કરતો હતો. દુબઈમાં રહેવા દરમિયાન જ તે દેશવિરોધી તત્વોના સંપર્કમાં આવ્યો હતો.

દુબઈમાં સૈફની મુલાકાત ત્યાં રહેતા રાણા હુસૈન ઉર્ફે રાણા જી અને પાકિસ્તાનના શાહબાઝ આલમ ઉર્ફે ભટ્ટી સાથે થઈ હતી. આ હેન્ડલર્સે દુબઈમાં જ સૈફનું બ્રેઈનવોશ કર્યું અને તેને ભારત વિરુદ્ધ હુમલો કરવાનો ટાસ્ક આપીને પરત મોકલ્યો હતો.

ભારત આવ્યા બાદ આ ત્રણેય શંકાસ્પદોએ ભેગા મળીને મંગળવારે રાત્રે રાંચીમાં RSS કાર્યાલયને નિશાન બનાવ્યું હતું.

સ્થાનિક બજારમાંથી ખરીદાયો સામાન અને રેકી

દુબઈથી સૂચના મળ્યા બાદ ત્રણેય આરોપીઓએ રાંચીમાં આવીને હુમલાનું પ્લાનિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલ બોમ્બ એટલે કે મોલોટોવ કોકટેલ બનાવવા માટે જરૂરી સામાન—કાચની બોટલો, પેટ્રોલ અને આગ લગાવવા માટે વપરાતી લત્તુની દોરી રાંચીના જ સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવી હતી.

રેકી [Recce]: પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી રાંચીનો જ સ્થાનિક રહેવાસી છે, જેણે હુમલા પહેલા RSS કાર્યાલયની પૂરેપૂરી રેકી કરી હતી. તેણે આ બધી માહિતી લોહરદગાના રહેવાસી અન્ય બે આરોપીઓને આપી હતી અને ત્યારબાદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

લોકઅપમાંથી ફરાર થયો આરોપી, પોલીસે પગમાં ગોળી મારી ઝડપ્યો

આ કેસમાં ગુરુવારે ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી સૈફ અન્સારી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો હતો.

બાથરૂમની બારીમાંથી ફરાર: રાંચી પોલીસે સૈફ અન્સારીને કોતવાલી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યો હતો. ગુરુવારે સવારે સાડા અગિયાર વાગ્યે તેણે શૌચ ક્રિયાનું બહાનું બનાવ્યું અને બાથરૂમની બારીમાંથી કૂદીને ફરાર થઈ ગયો.

બસમાંથી ઝડપાયો: ગ્રામીણ એસપી ગૌરવ ગોસ્વામીએ જણાવ્યું કે આરોપીને પકડવા માટે જિલ્લાની બહાર જતા તમામ રસ્તાઓ પર ચેકિંગ શરૂ કરાયું હતું. આ દરમિયાન માહિતી મળી કે સૈફ માંડર ટોલ પ્લાઝા પાસે એક બસમાં સવાર છે, જ્યાંથી પોલીસે તેને ફરી કસ્ટડીમાં લીધો.

પોલીસ પર ફાયરિંગ: જ્યારે પોલીસ તેને પૂછપરછ માટે લઈ જઈ રહી હતી, ત્યારે લુકૈયા-ડોડા પાસે પોલીસની ગાડી બગડી ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવીને સૈફ અન્સારીએ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ટિંકુ રજકની સર્વિસ રિવોલ્વર આંચકી લીધી અને ભાગવા લાગ્યો.

જવાબી કાર્યવાહી: સૈફે પોલીસ ટીમ પર ફાયરિંગ પણ કર્યું, જેમાં સ્ટેશન ઈન્ચાર્જ માંડ-માંડ બચ્યા હતા. પોલીસે જવાબી કાર્યવાહી કરતા ગોળી સૈફના પગમાં વાગી હતી અને તે ઘાયલ થયો હતો. પોલીસે તેને ફરીથી કસ્ટડીમાં લઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રિમ્સમાં દાખલ કર્યો છે.