VIDEO : RSS રજીસ્ટ્રેશન વિવાદ: દિનેશ ગુંડુરાવનો સંઘ પર પ્રહાર, ‘આ કાયદેસરતા અને નૈતિકતાનો મુદ્દો છે’

સોર્સ : GSTV
આરએસએસ (RSS) રજીસ્ટ્રેશનના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ગુંડુરાવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ બાબતને કાયદા અને નૈતિકતા સાથે જોડીને પ્રિયંક ખડગેના સવાલોનું સમર્થન કર્યું છે.
દિનેશ ગુંડુરાવે જણાવ્યું હતું કે, "આ એક એવો મુદ્દો છે જે કાયદેસરતા અને નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. RSS પોતાને વિશ્વની સૌથી મોટી સંસ્થા હોવાનો દાવો કરે છે, પરંતુ તે અનરજિસ્ટર્ડ (બિન-નોંધાયેલી) છે. પ્રિયંક ખડગે જે પૂછી રહ્યા છે તે એક વ્યાજબી સવાલ છે."
સંઘની સરખામણી ધર્મ સાથે કરવા અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, "તમે કોઈ સંસ્થાની સરખામણી ધર્મ સાથે કેવી રીતે કરી શકો? આ RSSનો સંપૂર્ણ અહંકાર દર્શાવે છે."
આ નિવેદન બાદ હવે આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે.

