મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપના આ બે દિગ્ગજ નેતાઓને મળી મોટી જવાબદારી, ઓડિશાના નવા મુખ્યમંત્રીનું નક્કી કરશે નામ

ઓડિશાના નવા મુખ્ય પ્રધાનની નિમણૂક માટે ભાજપે કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને

ભાજપના આ બે દિગ્ગજ નેતાઓને મળી મોટી જવાબદારી, ઓડિશાના નવા મુખ્યમંત્રીનું નક્કી કરશે નામ

ઓડિશાના નવા મુખ્ય પ્રધાનની નિમણૂક માટે ભાજપે કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ જાહેરાત કરી હતી.

રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્તી

 રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવે રવિવારે (9 મે 2024) રાષ્ટ્રપતિ ભવનમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ પહેલા પણ ભાજપના પ્રવક્તા શપથ સમારોહના પ્રભારી દિલીપ મોહંતીએ કહ્યું હતું કે ઓડિશાના નવા સીએમનો શપથ ગ્રહણ સમારોહ હવે 12 જૂને યોજાશે. પીએમ મોદી ઓડિશાના નવા સીએમના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપશે.

વીકે પાંડિયનની સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત

આ દરમ્યાન અન્ય એક અહેવાલ સામે આવ્યા હતા કે બીજુ જનતા દળના નેતા અને ભૂતપૂર્વ સીએમ નવીન પટનાયકના નજીકના સાથી વીકે પાંડિયનએ રવિવારે ઓડિશા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

ખાસ વાત એ છે કે પીકે પાંડિયન 2000 બેચના IAS ઓફિસર છે અને નવીન પટનાયકના અંગત સચિવ તરીકે બે દાયકાથી વધુ સમય સુધી કામ કરી ચૂક્યા છે. તેમણે 2023 માં નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ તેઓ બીજુ જનતા દળમાં જોડાયા હતા.

ઓડિશા સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 જૂને યોજાશે

ઓડિશા સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 જૂને યોજાશે. ભાજપના નેતાઓ જતીન મોહંતી અને વિજયપાલ સિંહ તોમરે આ વાતની પુષ્ટિ કરી છે. નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ વિધાયક દળની બેઠક હવે 11મી જૂને મળવાની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા અને નવા ચૂંટાયેલા ધારાસભ્ય સુરેશ પૂજારી નવી દિલ્હી પહોંચ્યા હતા, જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં છે.

નવીન પટનાયકના 24 વર્ષના શાસનનો અંત

ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં બીજુ જનતાદળને હારનો સામનો કરવો પડ્યો હતો. 147 સીટોમાંથી ભાજપને 78 બેઠકો અને બીજુ જનતાદળને 51 બેઠકો, કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીમાં ભાજપે ઓડિશામાં 21માંથી 20 બેઠરકો જીતી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં એક બેઠક ગઈ હતી. તો બીજી તરફ સીએમ નવીન પટનાયકના 24 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.

આ સમાચાર શેર કરો