મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં મેયરની ચૂંટણી માટે ભાજપે ઉતાર્યા ઉમેદવાર, રાજા ઇકબાલ મેયર, જય ભગવાન યાદવ ડેપ્યુટી મેયરના કેન્ડિડેટ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટ

દિલ્હીમાં મેયરની ચૂંટણી માટે ભાજપે ઉતાર્યા ઉમેદવાર, રાજા ઇકબાલ મેયર, જય ભગવાન યાદવ ડેપ્યુટી મેયરના કેન્ડિડેટ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પાર્ટીએ મેયર પદ માટે રાજા ઇકબાલ સિંહ અને ડેપ્યુટી મેયર પદ માટે જય ભગવાન યાદવને ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ સોમવારે પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી.

દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ પણ આ પ્રસંગે આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી. તેમણે કહ્યું કે જે લોકો એમ કહેતા આવ્યા હતા કે અમને એમસીડી આપો, અમે દિલ્હી સાફ કરીશું. આવું કહેનારાઓએ MCDમાં પણ ભ્રષ્ટાચાર કર્યો. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે હવે તેઓ (આમ આદમી પાર્ટી) પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે.

મેયરની ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારવાની આમ આદમી પાર્ટીની જાહેરાત પર દિલ્હી ભાજપ પ્રમુખે કહ્યું કે તેઓ જાણે છે કે તેમની પાસે સંખ્યાબંધ ઉમેદવારો નથી. તેમની પાસે જરૂરી સંખ્યા નથી અને કદાચ તેથી જ તેઓ ચૂંટણી પ્રક્રિયાથી ભાગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નામાંકનનો છેલ્લો દિવસ છે.

મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી 25 એપ્રિલે યોજાવાની છે, પરંતુ ભાજપના ઉમેદવારોની જાહેરાતના થોડા કલાકો પહેલા જ આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજ અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીની પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી કે મેયરની ચૂંટણી માટે કોઈ ઉમેદવાર ઉભા રાખવામાં આવશે નહીં. સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે સત્તા સુધી પહોંચવા માટે, ભાજપ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોને ધમકીઓ અને લાલચ આપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો