રાહુલ ગાંધીનું રાયબરેલી કે વાયનાડનું સસ્પેન્શ યથાવત્, લોકસભા સચિવાલયને પૂછ્યો આ સવાલ
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ અને ઉત્તર પ

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બંને બેઠકો ઉપર જીત નોંધાવી છે. પરંતુ નિયમો અનુસાર રાહુલ કોઈ પણ સાંસદ ભલે બે સીટ ઉપર વિજયી થાય પરંતુ તે સાંસદપદે માત્ર 1 સીટ ઉપર જ રહી શકે છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે રાહુલ ગાંધી બેમાંથી કઈ સીટ ખાલી કરશે? કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પરિવારની વારસાગત બેઠક રાયબરેલીથી યથાવત રહેશે. અને વાયનાડ બેઠક ખાલી કરશે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ રાજીનામાની પ્રક્રિયા જાણવા માટે લોકસભા સચિવાલયનો સંપર્ક કર્યો છે.
ચૂંટણી પરિણામ જાહેર થયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું રહેશે
સંસદના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ એક સાથે સંસદના બંને ગૃહો અથવા સંસદ અને રાજ્ય વિધાનસભા બંનેના સભ્યપદે ન રહી શકે. ના તો એક જ સદનમાં એકથી વધુ સીટોનું પ્રતિનિધિત્વ કરી શકે. બંધારણની કલમ 101(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 68(1) હેઠળ, જો કોઈ વ્યક્તિ બે બેઠકો પરથી ચૂંટણી જીતે છે, તો તેણે ચૂંટણીની તારીખથી 14 દિવસની અંદર કોઈપણ એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે. જો તેઓ ચૂંટણી પરિણામો જાહેર થયાના 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું નહીં આપે તો તેમની બંને બેઠકો ખાલી માનવામાં આવશે.
રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો જીતી હોવાથી તેમણે ચૂંટણીના 14 દિવસમાં એક બેઠક ખાલી કરવી પડશે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના કાર્યાલયે રાજીનામાની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું કે લોકસભા અધ્યક્ષને હજુ સુધી તેમનું રાજીનામું સોંપાયું નથી.
રાહુલ કઈ સીટ છોડશે, રાયબરેલી કે વાયનાડ?
ચૂંટણી પરિણામો પછી, જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે તેઓ કઈ બેઠક છોડશે, તો તેમણે કહ્યું, “હું બંને બેઠકોના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જો કે હું કઈ સીટ છોડીશ તે હજુ મેં નક્કી કર્યું નથી. હું તેના પર થોડી ચર્ચા કરીશ અને પછી યોગ્ય નિર્ણય લઈશ. વાયનાડમાં તેમણે કહ્યું કે, જે નિર્ણય લઈશ એને તમે વધાવશો એવો વિશ્વાસ છે.






