'રાહત- બચાવ કાર્યમાં પ્રશાસનની મદદ કરો', ગુજરાત પૂર અંગે રાહુલ ગાંધીની કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ
ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદ બાદ ઘણાં વિસ્તારોની સ્થિતિ દયનીય બની છે. દ

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદ બાદ ઘણાં વિસ્તારોની સ્થિતિ દયનીય બની છે. દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં પૂર પ્રકોપથી જનધન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં પણ બારેમેઘ ખાંગા થયા છે. વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન છે. વડોદરા બેહાલ બન્યું છે. રાજ્યમાં ખેતીમાં પણ ભારે નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના કાર્યકરોને બચાવ રાહત કાર્યમાં જોડાવા અપીલ કરી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા લખ્યું છે કે, ગુજરાતમાં પૂરની સ્થિતિ ભયંકર જોવા મળી રહી છે. આ આપત્તિમાં જે પરિવારોએ પોતાનાને ખોયા છે, જેમની સંપત્તિને નુકસાન થયું છે. તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત સ્વસ્થ થવાની આશા કરું છું.
તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ છે કે તેઓ પ્રભાવિત લોકોની મદદ કરવા રાહત બચાવ કાર્યમાં પ્રશાસનની દરેક પ્રકારે મદદ કરે. સરકાર પાસે અપેક્ષા છે કે તેઓ આપત્તિના પ્રકોપને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લે. જેથી અસરગ્રસ્ત લોકો શક્ય તેટલી વહેલી તકે પુનર્નિર્માણ અને પુનર્વસન તરફ આગળ વધી શકે.






