મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પંજાબમાં રાહુલ ગાંધીની જાહેરાત, કહ્યું 'INDIA ગઠબંધનની સરકાર બનતાં જ ખેડૂતોની લોન કરશું માફ'

લોકસભા ચૂંટણીઃ આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે

પંજાબમાં રાહુલ ગાંધીની જાહેરાત, કહ્યું 'INDIA ગઠબંધનની સરકાર બનતાં જ ખેડૂતોની લોન કરશું માફ'

લોકસભા ચૂંટણીઃ આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી કહે છે કે ખેડૂતોને કાયદેસર MSP આપી શકાય નહીં.

લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી છે. દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પંજાબના લુધિયાણામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂતોને મોટા વચનો આપ્યા હતા. તેમને ઇન્ડિયા ગઠબંધન સરકારની રચના પછી તરત જ ખેડૂત લોન માફી પંચની રચના કરવાની વાત કરી હતી.

ખેડૂતોની લોન માફીની જાહેરાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનતાની સાથે જ અમે ખેડૂતોની લોન માફ કરીશું. જેમ તેઓ (ભાજપ) અબજોપતિઓની લોન માફ કરે છે. તેમને કહ્યું કે ખેડૂતો દેશની કરોડરજ્જુ છે અને તેમની સુરક્ષા થવી જોઈએ.

રાહુલ ગાંધીનું PM મોદી પર નિશાન

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું કે પીએમ મોદી કહે છે કે ખેડૂતોને કાયદેસર MSP આપી શકાય નહીં. કોંગ્રેસ સાંસદે કહ્યું કે ચૂંટણી બાદ ઇન્ડિયા ગઠબંધન સરકાર 4 જૂને આવશે અને અમે પહેલીવાર ખેડૂતોને ગેરંટી સાથે કાયદેસર MSP આપીશું.

પંજાબ સરકાર પર પણ રાજકીય પ્રહાર

કોંગ્રેસ સાંસદે કહ્યું કે પંજાબમાં ડ્રગ્સનો મુદ્દો વધી રહ્યો છે. તેમને કહ્યું કે આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પંજાબે તેની તમામ શક્તિ સાથે ડ્રગ્સ સામે લડવું જોઈએ. ઉલ્લેખનીય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નથી. જો કે, બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.

આ સમાચાર શેર કરો