મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જવાનોની શહીદી પર ભેદભાવ શા માટે? બે અગ્નિવીરના મોત બાદ રાહુલ ગાંધીનો મોદી સરકારને સવાલ

મહારાષ્ટ્રનાં નાસિક ખાતે તાજેતરમાં જ તાલીમ સમયે ગુજરાતના એક સહિત બે અગ્નિવીર જવાન શહીદ થયા હતા. ત્યારે હવે આ મા

જવાનોની શહીદી પર ભેદભાવ શા માટે? બે અગ્નિવીરના મોત બાદ રાહુલ ગાંધીનો મોદી સરકારને સવાલ

મહારાષ્ટ્રનાં નાસિક ખાતે તાજેતરમાં જ તાલીમ સમયે ગુજરાતના એક સહિત બે અગ્નિવીર જવાન શહીદ થયા હતા. ત્યારે હવે આ મામલે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે અગ્નિવીરની શહીદી મુદ્દે એક્સ પર પોસ્ટ કરી છે. અગ્નિવીર યોજના પર આંગળી ચીંધી પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘નાસિકમાં ટ્રેનિંગ દરમિયાન બે અગ્નિવીર ગોહિલ વિશ્વરાજસિંહ અને સૈફત શિતનું નિધન એક દુઃખદ ઘટના છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટના ફરી અગ્નિવીર યોજના પર ગંભીર સવાલો ઉભા કરે છે અને ભાજપ સરકાર તેનો જવાબ આપવામાં અસફળ રહી છે.’

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક પછી એક પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને અનેક સવાલો પૂછી જવાબ માંગ્યા છે. તેમણે કહ્યું કે, ‘જે રીતે અન્ય જવાનોની શહીદી પર તેમના પરિવારને વળતર ચૂકવવામાં આવે છે, તે મુજબ ગોહિલ અને સૈફતના પરિવારોને સમયસર વળતર મળશે?’

અગ્નિવીરોના પરિવારોને પેન્શન, અન્ય સરકારી સુવિધાનો લાભ કેમ નહીં 

તેમણે મોદી સરકારને વધુ એક સવાલ કર્યો છે કે, ‘બંને સૈનિકોની જવાબદારી અને બલિદાન સમાન છે, તો પછી અગ્નિવીરોના પરિવારોને પેન્શન અને અન્ય સરકારી સુવિધાનો લાભ કેમ નહીં અપાય? તેમની શહીદી પર આ ભેદભાવ શા માટે?

અગ્નિપથ યોજના સેના સાથે અન્યાય

રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજના પર નિશાન સાધી કહ્યું કે, ‘અગ્નિપથ યોજનાથી સેના સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને આપણા વીર જવાનોનું અપમાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ જવાબ આપવો જોઈએ કે, શા માટે એક સૈનિકનું જીવન બીજા સૈનિક કરતાં વધુ મૂલ્યવાન છે?

આ સમાચાર શેર કરો