મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અમેઠીમાં ઉમેદવાર જાહેર કરવામાં કેમ વિલંબ?, વાયનાડમાં આતંકી સંગઠન સાથે મળીને રાહુલ ગાંધી લડી રહ્યા છે ચૂંટણીઃ સ્મૃતિ ઈરાની

લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તમામ રાજકીય પક્ષો પોતપોતાના વિરો

'અમેઠીમાં ઉમેદવાર જાહેર કરવામાં કેમ વિલંબ?, વાયનાડમાં આતંકી સંગઠન સાથે મળીને રાહુલ ગાંધી લડી રહ્યા છે ચૂંટણીઃ સ્મૃતિ ઈરાની

લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તમામ રાજકીય પક્ષો પોતપોતાના વિરોધ પક્ષોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન અમેઠીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, તમે આ પ્રદેશમાં કોંગ્રેસની રાજનીતિ જોઈ છે. તમે બધાએ ગંભીર પરિસ્થિતિઓમાં કોંગ્રેસને ગાયબ થતી જોઈ છે. કોરોનાકાળમાં કોંગ્રેસમાંથી એકપણ વ્યક્તિ જોવા મળ્યા નહોતા.

અમેઠીના મેદન મવાઈમાં આયોજિત કાર્યક્રમ બાદ તેમણે કહ્યું કે વાયનાડથી નોમિનેશન વખતે રાહુલ ગાંધીએ લખીને જાહેર કર્યું કે વાયનાડ અમારું ઘર છે. જો તે રાહુલ ગાંધીનું ઘર છે તો અમેઠી શું છે? મેં લોકોને રંગ બદલતા જોયા છે. પરિવાર બદલતા પહેલી વખત રાહુલ ગાંધીને જોયા છે. રાહુલ ગાંધી આતંકવાદી સંગઠન સાથે મળીને વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે.

અમેઠી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ બાબતે કહ્યું કે, આનાથી સંકેત મળી રહ્યો છે કે હવે કોંગ્રેસ પાર્ટી પણ જાણે છે કે અમેઠી આ વખતે પણ કમળનું ફૂલ ખિલવવા તૈયાર છે. એની પાછળનું કારણ એ છે કે, જો કોંગ્રેસ પાર્ટીના 50 વર્ષ અને રાહુલ ગાંધીના 15 વર્ષની સામે બીજેપી સાંસદના પાંચ વર્ષને જોશો તો જમીન આસમાનનો ફરક જોવા મળશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "જ્યારે દેશમાં કોવિડનો પડકાર આવ્યો તો ગાંધી પરિવારનો એક પણ વ્યક્તિ અમેઠીમાં જોવા ના મળ્યો. તમારી સાંસદ ગામે ગામ આવી. આ વાતને કોઈ ખોટી ન બતાવી શકે. હું અહીં જાતિના આધારે નહીં, પરંતુ અમેઠીના કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે તમારું સમર્થન માંગું છું."

આ સમાચાર શેર કરો