BJPએ કરેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટમાંથી મળ્યા જામીન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં શુક્રવારે મોટી રાહત મળી છે. કર્ણાટક ભા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં શુક્રવારે મોટી રાહત મળી છે. કર્ણાટક ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. આ ઉપરાંત કોર્ટે રાહુલ ગાંધીને તેમને જાતે જ હાજરી આપવા આવવા બાબતે રાહત આપી છે. કોર્ટ આ કેસની આગામી સુનાવણી 30 જુલાઈએ કરશે. હકિકતમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ન્યૂઝ પેપરમાં અપમાનજનક જાહેરાતો બહાર પાડવાનો આરોપ લગાવતા ભાજપે ફરિયાદ દાખલ કરી હતી.
સિદ્ધારમૈયાને પણ જામીન મળ્યા
રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર કોંગ્રેસે જાહેરાતમાં વર્ષ 2019થી 2023 દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચારમાં લિપ્ત રહેવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે આ મામલે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આ કેસમાં જ કોર્ટે 1 જૂનના રોજ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને જામીન આપ્યા હતા. તે કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ કેએન શિવકુમારે રાહુલ ગાંધીને 7 જૂને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ ભ્રષ્ટાચારના મુદ્દે તત્કાલીન ભાજપ સરકારને ઘેરી હતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી છે.






