લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને કેટલી બેઠકો મળશે? રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા EXIT Pollના અનુમાનમાં ભાજપના નેતૃત્વ ધરાવતા NDAને પ્રચંડ બહુમત મળ

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા EXIT Pollના અનુમાનમાં ભાજપના નેતૃત્વ ધરાવતા NDAને પ્રચંડ બહુમત મળતો જોવા મળે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ દરમિયાન EXIT Poll પર સવાલ ઉઠાવ્યા હતા અને INDIA ગઠબંધનની સરકાર બનવાનો દાવો કર્યો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ કહ્યું કે, "આ EXIT Poll નથી, આ મોદી-મીડિયા પોલ છે. આ મોદીજીનો પોલ છે, ફેન્ટેસી પોલ છે." રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે INDIA ગઠબંધનની કેટલી બેઠકો આવી રહી છે. જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, "સિદ્ધુ મૂસેવાલાનું સોન્ગ સાંભળ્યું છે તમે 295, આટલી બેઠકો આવી રહી છે.'
જયરામ રમેશે પણ EXIT Poll પર ઉઠાવ્યા સવાલ
જયરામ રમેશે એમ પણ કહ્યું કે હું હજુ પણ કહી રહ્યો છું કે દક્ષિણ ભારતમાં સાફ, ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં હાફ. ઇન્ડિયા બ્લૉકને 295થી ઓછી બેઠક મળવાની નથી. અમને 295 કરતા વધુ બેઠક મળી રહી છે.








