'ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ', ન્યાયાધીશો સહિત 272 હસ્તીઓનો ખુલ્લો પત્ર
દેશભરમાંથી 272 દિગ્ગજોએ ચૂંટણી પંચના સમર્થનમાં એક ખુલ્લો પત્ર જારી કર્યો છે. જેમાં 16

દેશભરમાંથી 272 દિગ્ગજોએ ચૂંટણી પંચના સમર્થનમાં એક ખુલ્લો પત્ર જારી કર્યો છે. જેમાં 16 પૂર્વ જજ, 123 સેવા નિવૃત્ત ઓફિસરો, 14 પૂર્વ રાજદૂત અને 133 પૂર્વ સૈન્ય અધિકારઓ સામેલ છે. આ પત્રમાં કોંગ્રેસી અને વિપક્ષી નેતા પર આરોપ લગાવ્યો છે કે તે સતત ખોટા આરોપો થકી ચૂંટણી પંચ સહિત બંધારણીય સંસ્થાઓની શાખ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખુલ્લા પત્રમાં જણાવાયું છે કે ભારતનું લોકતંત્ર આજે કોઈ બાહ્ય હુમલાથી નહીં, પરંતુ "ઝેરી રાજનીતિક વાણી વિલાસ - નિવેદનનો સામો કરી રહ્યું છે. પ્રેઝન્ટેશનમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પંચની વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ કે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું નથી, જેનાથી એ સાબિત થાય છે કે , આરોપો ફક્ત રાજકીય કાવાદાવા છે,સત્યતા નહીં.
પત્રમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવતા કહ્યું હતું કે,તેમના તારણો "અણુ બોમ્બ" જેવા છે.પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવા નિવેદનો ચૂંટણી પંચના અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ દર્શાવે છે.
ચૂંટણી પંચને "ભાજપની બી-ટીમ" કહેવું એ "રાજકીય હતાશા"
અનુભવીઓના મતે ચૂંટણી પંચે સંપૂર્ણ પારદર્શિતા સાથે SIR પ્રક્રિયા જાહેર કરી છે. કોર્ટ-નિરીક્ષણ હેઠળ ચકાસણી હાથ ધરી છે, નકલી મતદારોને દૂર કર્યા છે અને નવા પાત્ર મતદારો ઉમેર્યા છે. તેથી ચૂંટણી પંચને "ભાજપની બી-ટીમ" કહેવું એ "રાજકીય હતાશા"નું કાર્ય છે, હકીકતો પર આધારિત આરોપ નથી.
સહી કરનારાઓએ જણાવ્યું હતું કે જ્યારે રાજ્યોમાં વિરોધ પક્ષોને અનુકૂળ ચૂંટણી પરિણામો મળે ત્યારે ચૂંટણી પંચની ટીકા અદૃશ્ય થઈ જાય છે, પરંતુ જ્યારે પ્રતિકૂળ પરિણામો આવે છે, ત્યારે ચૂંટણી પંચને "ખલનાયક" તરીકે દર્શાવવામાં આવે છે. આ તેમની હતાશા અને આક્રોશના રાજકીય તકવાદને ઉજાગર કરે છે.
પારદર્શિતા જાળવવા ચૂંટણી પંચને અપીલ
ખુલ્લા પત્રમાં ચેતવણી આપવામાં આવી હતી કે ,શની મતદાર યાદીમાંથી નકલી મતદારો અને બિન-નાગરિકોને દૂર કરવા લોકશાહી માટે જરૂરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન અને જર્મની જેવા દેશોના ઉદાહરણો ટાંકીને તેમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા આધારિત મતદાનને વિશ્વભરમાં લોકશાહીનો પાયો માનવામાં આવે છે. ભારતે પણ સખ્તાઈ સાથે તેની મતદાર યાદીઓની શુદ્ધતા જાળવી રાખવી જોઈએ.
નેતાઓએ ચૂંટણી પંચને પારદર્શિતા જાળવવા અને જો જરૂરી હોય તો કાનૂની માધ્યમથી તેની વિશ્વસનીયતાનું રક્ષણ કરવા અપીલ કરી. તેમણે રાજકીય પક્ષોને કહ્યું કે
પાયા વિહોણા આરોપો કરવાને બદલે નીતિગત વિકલ્પો રજૂ કરવા અને લોકશાહી નિર્ણયોનો આદરપૂર્વક સ્વીકાર કરવા પણ વિનંતી કરી.








