“રાજા-મહારાજાઓ ગમે તેની જમીન પડાવી લેતા હતા”, રાહુલ ગાંધીએ આપ્યું વિવાદિત નિવેદન, જુઓ આ વીડિયો
Lok Sabha Election 2024 : ક્ષત્રિયો પર વિવાદિત નિવેદનને લઈને પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ

Lok Sabha Election 2024 : ક્ષત્રિયો પર વિવાદિત નિવેદનને લઈને પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, એવામાં હવે રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક જંગી જાહેર સભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, “રાજાઓ મહારાજાઓનું રાજ હતું જે પણ તેઓ ઈચ્છતા કરતા, કોઈની જમીન જોતી હોય તો ઉઠાવીને લઈ જતા હતા.”
રાહુલ ગાંધીના નિવેદનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે, જુઓ આ વીડિયો -
હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
આ નિવેદનને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતા લખ્યું છે, “કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.”






