મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: '700 ખેડૂતોના મોત પછી પણ મન નથી ભરાયું', કંગનાના નિવેદન પર રાહુલ ગાંધીના પ્રહાર

મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે ત્રણ કૃષિ કાયદાઓ પાછા લાવવાની ખેડૂતોએ જ રજૂઆત કરવી જોઈએ, તેવા નિવેદનથી વિવાદ વકર

VIDEO: '700 ખેડૂતોના મોત પછી પણ મન નથી ભરાયું', કંગનાના નિવેદન પર રાહુલ ગાંધીના પ્રહાર

મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે ત્રણ કૃષિ કાયદાઓ પાછા લાવવાની ખેડૂતોએ જ રજૂઆત કરવી જોઈએ, તેવા નિવેદનથી વિવાદ વકર્યો હતો. પાર્ટીના દબાણ બાદ કંગના રનૌતે આ મામલે માફી માંગતા કહ્યું કે, હું કલાકાર પછી પહેલા ભાજપની કાર્યકર છું. તે પોતાના નિવેદન બદલ ખેદ વ્યક્ત કરે છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કંગના અને ભાજપ પાર્ટીને ઘેર્યા છે. રાહુલ ગાંધીએ ખેડૂતોના કાયદા પરત લાવવાના વિવાદ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરીને જવાબ માંગ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, 700 ખેડૂતોના જીવ ગયા પછી પણ ભાજપ સંતુષ્ટ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.
 
લોકસભામાં વિપક્ષના નેતાએ 'X' પર પોસ્ટ કરીને સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, 'સરકારી નીતિ કોણ નક્કી કરી રહ્યું છે? ભાજપના સાંસદ કે વડાપ્રધાન મોદી? હરિયાણા - પંજાબના 700થી વધુ ખેડૂતોના મોત પછી પણ  ભાજપના લોકો સંતુષ્ટ થયા નથી. INDIA ગઠબંધન અમારા અન્નદાતાઓ વિરુદ્ધ ભાજપના કોઈપણ ષડયંત્રને સફળ થવા દેશે નહીં. જો ખેડૂતોને નુકસાન પહોંચાડે તેવું કોઈ પગલું ભરવામાં આવશે તો મોદીજીએ ફરીથી માફી માંગવી પડશે. 

રાહુલ ગાંધીએ એક વીડિયોમાં કહ્યું, 'ભાજપના લોકો વિચારોની આપ લે કરતા હોય છે. તેઓ કોઈને કહીને સાર્વજનિક રૂપે એક વિચાર આગળ મૂકવા કહીને પછી જુઓ છે કે શું પ્રતિક્રિયા આવે છે. આવું જ બન્યું છે. તેમના એક સાંસદે કાળા કૃષિ કાયદાને પાછા લાવવાની વાત કરી છે. 
 
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મોદીજી, કૃપા કરીને સ્પષ્ટ કરો કે શું તમે આ કાળા કૃષિ કાયદાઓને પાછા લાવવા માંગો છો. ?' તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીએ શહીદ ખેડૂતો માટે સંસદમાં બે મિનિટનું મૌન પણ પાળવા દીધું ન હતું.

જણાવી દઈએ કે, કંગના રનૌતે મંગળવારે કહ્યું હતું કે, 'ખેડૂતો ભારતની પ્રગતિના આધારસ્તંભ છે. તેમણે માત્ર અમુક રાજ્યોમાં જ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. હું હાથ જોડીને અપીલ કરું છું કે ખેડૂતોના હિતમાં આ કૃષિ કાયદાઓ પાછા લાવવા જોઈએ.

કંગના રનૌતના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો હતો. જો કે વિવાદ વધી જતાં ભાજપના સાંસદે 2021માં રદ્દ કરાયેલા કૃષિ કાયદાને પાછા લાવવાની માંગ અંગેનું પોતાનું નિવેદન પાછું ખેંચતા કહ્યું કે, આ તેમનો 'વ્યક્તિગત' મત છે. પોતાનો મત પાર્ટીના વલણને પ્રતિબિંબિત કરતા નથી. કંગનાએ વીડિયો થકી ફરી નિવેદન પાછું ખેંચ્યા બાદ રાહુલ ગાંધીએ કંગના રનૌતના નિવેદનને લઈને પીએમ મોદીને પણ સંભળાવ્યું હતું 

આ સમાચાર શેર કરો