ડિસેમ્બરમાં ભારત આવી શકે છે પુતિન, PM મોદી સાથે થશે વાતચીત; ટ્રમ્પ ભડકે બળશે!
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 5-6 ડિસેમ્બરે ભારતના પ્રવાસે આવી શકે છે. પુતિન વડાપ્રધાન મોદીને મળશે. બન્ને નેતાઓ વચ્

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 5-6 ડિસેમ્બરે ભારતના પ્રવાસે આવી શકે છે. પુતિન વડાપ્રધાન મોદીને મળશે. બન્ને નેતાઓ વચ્ચે આ શિખર વાર્તા એવા સમયમાં થવા જઇ રહી છે જ્યારે અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાને લઇને ટેરિફ લગાવ્યું છે.
આ ઉચ્ચ સ્તરીય પ્રવાસની જાહેરાત પ્રથમ વખત ઓગસ્ટમાં થઇ હતી જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ મૉસ્કો ગયા હતા. જોકે, તે સમયે તારીખ નક્કી થઇ નહતી. બાદમાં ચીનમાં શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમ્મેલન દરમિયાન પુતિન અને PM મોદીની કારમાં એક કલાક લાંબી મુલાકાત થઇ હતી.
રશિયા પાસેથી તેલ કેમ ખરીદી રહ્યુ છે ભારત?
પુતિનનો ભારત પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે રશિયા સાથે વેપારને લઇને ટકરાવ વધ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સામાન પર 50% ટેરિફ લગાવી દીધો છે. ટ્રમ્પનું કહેવું છે કે આ પગલું રશિયા પર દબાણ બનાવવા માટે છે જેથી તે યૂક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરે.
ભારતે તર્ક આપ્યો કે તેને રશિયા પાસેથી તેલ એટલા માટે ખરીદ્યુ કારણ કે પરંપરાગત સપ્લાય યુરોપ તરફ વાળી દેવામાં આવી હતી. રશિયા માટે તેલ અને ઉર્જાથી થતી કમાણી તેના બજેટનો મોટો ભાગ છે. પશ્ચિમી દેશ લાંબા સમયથી રશિયાની આવક ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દાયકા જૂનો છે ભારત-રશિયાનો સંબંધ
ભારત અને રશિયાનો સબંધ દાયકા જૂનો છે. સોવિયતના સમયથી જ બન્ને દેશ વચ્ચે મજબૂત વેપાર અને સંરક્ષણ સહયોગ રહ્યો છે. આજે પણ રશિયા ભારતનો સૌથી મોટો હથિયાર પુરા પાડતો દેશ છે. સાથે જ યુદ્ધ શરૂ થયા બાદથી ભારત રશિયા પાસેથી તેલ ખરીદનારા મોટા દેશોમાં સામેલ થઇ ગયું છે.
કેમ મહત્ત્વનો છે પુતિનનો ભારત પ્રવાસ?
પુતિનનો આ પ્રવાસ ભારતની કૂટનીતિક રણનીતિના હિસાબથી મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ત્યારે જ્યારે અમેરિકાએ વેપાર દબાણ વધાર્યું છે. ભારત આ પ્રવાસમાં આ મેસેજ આપવા માંગે છે કે તેના રશિયા સાથે સબંધ મજબૂત બન્યા રહેશે.








