મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : 'એક જ વ્યક્તિ છે જે 12 વર્ષથી આમની સામે ઝૂક્યો નથી, ભાજપને સત્ય વાત પચતી નથી' : પ્રિયંકા

લોકસભામાં આજે બીજો દિવસ છે. સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિ

તસવીર: sansad tv

લોકસભામાં આજે બીજો દિવસ છે. સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, લોકસભામાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવતા નથી. એક જ વ્યક્તિ છે જે 12 વર્ષથી આમની સામે ઝૂક્યો નથી. તે છે સદનના વિપક્ષના નેતા. તેઓ જે વાત કરે છે તે આમનાથી પચતી નથી. પ્રિયંકાએ વાત રજૂ કરતા ભાજપના સાંસદોએ હોહા મચાવી હતી. 

લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદોએ સરકાર પર ખૂબ નિશાન સાધ્યું. તેમણે સ્પીકર ઓમ બિરલા પર પણ આરોપો લગાવ્યા. વિપક્ષના આરોપોને ખોટા ગણાવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગૌરવ સ્પીકરના મામલે ખોટી વ્યાખ્યા રાખી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો ઉઠાવતા સંસદમાં હોબાળો મચી ગયો હતો. હોબાળો વધતો જોઈને, સ્પીકરની ખુરશીમાં બેઠેલા ભાજપના સાંસદ જગદંબિકા પાલે સંસદને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

આ સમાચાર શેર કરો