મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વડાપ્રધાન મોદી સાંજે દિલ્હીમાં ભાજપના કાર્યકરોને સંબોધશે, પરિણામો બાદ ભાજપ મુશ્કેલીમાં

લોકસભા ચૂંટણીમાં એનડીએ અને I.N.D.I.A ગઠબંઘન પર રસાકસીનો જંગ જામ્યો છે. ત્યારે નજીવી સરસ

વડાપ્રધાન મોદી સાંજે દિલ્હીમાં ભાજપના કાર્યકરોને સંબોધશે, પરિણામો બાદ ભાજપ મુશ્કેલીમાં

લોકસભા ચૂંટણીમાં એનડીએ અને I.N.D.I.A ગઠબંઘન પર રસાકસીનો જંગ જામ્યો છે. ત્યારે નજીવી સરસાઈ સાથે સરકાર રચવા પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. વલણોમાં સ્પષ્ટ જીત ન મળવાની સંભાવનાને કારણે I.N.D.I.A અને NDAએ સરકાર બનાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. લોકસભા ચૂંટણીના વલણોમાં એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર પાડી શક્યું નથી. હવે ભાજપે આવતીકાલે (5 જૂન) દિલ્હીમાં એનડીએની બેઠક બોલાવી છે. 

આજે સાંજે 7 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય જશે

લોકસભા ચૂંટણીના વલણોમાં એનડીએ બહુમતથી પાતળી સરસાઈ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 7 વાગે બેઠક બોલાવી છે. જેમાં ભાજપ કાર્યલય પર કાર્યકર્તાઓ સાથે સંબોધન કરીને આગામી દિવસો પર સરકાર રચવા માટે કરશે પાર્ટીના સભ્યો પર ચર્ચા પણ કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી વિધાનસભા ચૂંટણીમાં જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

કોંગ્રેસ દ્રારા નીતિશ કુમારનો સંપર્ક કરાયો

લોકસભા ચૂંટણીમાં I.N.D.I.Aના દેખાવ બાદ સરકાર રચવાના દાવા કાવા વચ્ચે I.N.D.I.A ગઠબંધનએ પણ આજે સાંજે બેઠકનું આયોજન કર્યું છે.   I.N.D.I.A ગઠબંધન તરફથી શરદ પવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ફોન પર વાત કરી છે. તેમને ફરીથી મહાગઠબંધનમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો