મણિપુરમાંથી હટાવાયું રાષ્ટ્રપતિ શાસન, સરકાર ગઠનની તૈયારીઓ તેજ, 6 વાગ્યે થશે શપથ સમારોહ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવાયું છે. ગૃહ મંત્રાલયે આ મામલે મંગળવારે (4 ફેબ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવાયું છે. ગૃહ મંત્રાલયે આ મામલે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ નિર્ણય, 4 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં 13 ફેબ્રુઆરી, 2022 ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે.
ભાજપ પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે કરી મુલાકાત
મણિપુર NDA વિધાનસભા પક્ષના નેતા ખેમચંદ સિંહે લોકભવન ખાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ પ્રતિનિધિમંડળમાં કુકી બહુમતી ધરાવતા જિલ્લા ચુરાચંદપુર અને ફર્ઝાવલના બે ધારાસભ્યો શામેલ હતા. ભાજપ પ્રદેશ પ્રમુખે પત્રકારોને જણાવ્યું, "અમે અમારા નવા ચૂંટાયેલા વિધાનસભા પક્ષના નેતા વાય. ખેમચંદ સિંહ અને ભાજપ નિરીક્ષક તરુણ ચુઘની હાજરીમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. NDAએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
શપથવિધિ સમારોહ ક્યારે થશે?
મણિપુર લોકભવનમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેમચંદ સિંહ બુધવારે સાંજે 6 વાગ્યે મણિપુરના મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. મણિપુરના મુખ્યમંત્રી તરીકે વાય ખેમચંદ સિંહનો શપથ ગ્રહણ સમારોહ આજે એટલે કે 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ સાંજે 6 વાગ્યે લોકભવન ખાતે યોજાશે. ભાજપના મણિપુર એકમે 'X' પર એક પોસ્ટ કરીને આ વાત જણાવી છે.






