પ્રયાગરાજ મહાકુંભમાં 24 ફેબ્રુઆરીએ 1.30 કરોડ લોકોએ કર્યું સંગમમાં પવિત્ર સ્નાન
Prayagraj Mahakumbh: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે 24 ફેબ્રુઆરીએ

Prayagraj Mahakumbh: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે 24 ફેબ્રુઆરીએ સાંજ સુધીમાં 1.30 કરોડ લોકોએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. આ આંકડો ખુબ મોટો છે. મહાકુંભને પૂર્ણ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી રહ્યાં છે, મહાશિવરાત્રીના દિવસે 26 ફેબ્રુઆરીએ અંતિમ મહાસ્નાન સાથે મહાકુંભની પૂર્ણાહુતિ થશે. મહાશિવરાત્રીના મહાસ્નાન માટે લોકોની ભારે ભીડ પ્રયાગરાજમાં ભેગી થઈ રહી છે.
વિશ્વના 50 ટકાથી વધુ સનાતનીઓ ડૂબકી લગાવી ગયા
મહાકુંભમાં 22 ફેબ્રુઆરી શનિવાર સુધીમાં સ્નાન કરનારાઓની સંખ્યા 60 કરોડને વટાવી ગઈ. આ સાથે વિશ્વભરના 50 ટકાથી વધુ સનાતનીઓએ પણ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ પ્યુ રિસર્ચ રિપોર્ટ મુજબ ભારતમાં 110 કરોડ સનાતનીઓ છે.
સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના અનુયાયીઓની વસ્તી લગભગ 120 કરોડ છે. આ રીતે વિશ્વભરના 50 ટકાથી વધુ સનાતનીઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. જ્યારે ભારતમાં સનાતન ધર્મનું પાલન કરતા 55 ટકાથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે.
73 દેશોના રાજદ્વારીઓ અને ભૂટાનના રાજા નામગ્યાલ વાંગચુક સહિત ઘણા દેશોના મહેમાનો અહીં અમૃત સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. એટલું જ નહીં, માતા જાનકીના માતૃભૂમિ નેપાળના 50 લાખથી વધુ લોકો ત્રિવેણીના પવિત્ર જળમાં સ્નાન કરીને સાક્ષી બન્યા છે.






