મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીઓને પ્રવિણ લોકરે પુણેમાં આપ્યો હતો આશ્રય, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનો ખુલાસો

અજીત પવારની NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીઓને પ્રવિણ લોકરે પુણેમાં આપ્યો હતો આશ્રય, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનો ખુલાસો

અજીત પવારની NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મુંબઇ પોલીસે આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી હતી.સોશિયલ મીડિયા પર બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારનાર બિશ્નોઇ ગેન્ગના શુબુ લોકરના ભાઇની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હવે મુંબઇ પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે.

પ્રવિણ લોકરે પુણેમાં બન્ને આરોપીને આશ્રય આપ્યો હતો

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે પ્રવિણ લોકરની પુણેથી ધરપકડ કરી હતી. પ્રવિણ લોકર શુબુ લોકરનો ભાઇ છે જેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બાબા સિદ્દીકીની હત્યા કરી હોવાની જવાબદારી સ્વીકારી હતી. શિબુ લોકર ફરાર છે. પ્રવિણ લોકરે પોલીસ તપાસમાં ખુલાસો કર્યો કે તેને બન્ને આરોપી ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહને પુણેમાં આશ્રય આપ્યો હતો. 

હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની થઈ ઓળખ

આ હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. પોલીસે બે કથિત હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ (23) અને ઉત્તર પ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ (19) તરીકે થઈ છે. શિવા કુમાર અને મોહમ્મદ ઝીશાન અખ્તર નામના બે આરોપી ફરાર છે અને મુંબઈ પોલીસે તેમને પકડવા માટે 10 ટીમો બનાવી છે. આ વચ્ચે મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરમેલ સિંહને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ત્યારે ખુદને સગીર ગણાવનારા ધર્મરાજ કશ્યપની સાચી ઉંમર જાણવા માટે તેમનો બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે.

બિશ્નોઇ ગેન્ગે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લીધી હતી હત્યાની જવાબદારી

શુબુ લોકરે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યુ, "સલમાન ખાન અમે આ યુદ્ધ નથી ઇચ્છતા પરંતુ તમે અમારા ભાઇનું નુકસાન કરાવ્યું છે..આજે જે બાબા સિદ્દીકીની શરાફતમાં જે થઇ રહ્યું છે  અથવા એક સમયે દાઉદ સાથે મકોકા એક્ટમાં હતો. બાબા સિદ્દીકીના મોતનું કારણ અનુજ થાપન અને દાઉદનો બોલિવૂડ, રાજકારણ, પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનું હતું. અમારી કોઇની સાથે દુશ્મની નથી પણ જે સલમાન ખાન અને દાઉદ ગેન્ગની મદદ કરશે પોતાનો હિસાબ કિતાબ લગાવીને રાખજો."

આ સમાચાર શેર કરો