મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગીતાની ધરતી પર સત્યનો વિજય થયો: હરિયાણામાં જીત બાદ PM મોદીનું નિવેદન

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. પાર્ટ

ગીતાની ધરતી પર સત્યનો વિજય થયો: હરિયાણામાં જીત બાદ PM મોદીનું નિવેદન

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. પાર્ટીએ 48 બેઠકો કબજે કર્યો છે. બીજી તરફ વડાપ્રધાન ભાજપના મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે બાદ સંબોધન કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, ગીતાની ધરતી પર સત્યનો વિજય થયો છે. હરિયાણામાં ત્રીજી વાર કમળ ખીલ્યું છે. 

પીએમએ મોદીએ વધુમાં કહ્યું કે,  હરિયાણાના લોકોએ માત્ર અમારી સરકાર જ નથી બનાવી, તેઓએ વધુ બેઠકો અને વધુ વોટ શેર પણ આપ્યા છે. આ જીતનો શોર દૂર દૂર ગુંજશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતને વિભાજિત કરવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. આજે હું પૂરી જવાબદારી સાથે કહું છું કે આમાં કોંગ્રેસના લોકો સામેલ છે. તેમણે કહ્યું કે દેશભક્ત હરિયાણાએ આનો યોગ્ય જવાબ આપ્યો છે.

કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

ભાજપના મુખ્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો. હરિયાણા તેમજ જમ્મુ કાશ્મીરની જનતા અને કાર્યકરોઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન વડાપ્રધાન ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે.

હરિયાણામાં કોંગ્રેસને લોકોએ પાઠ ભણાવ્યો : જે.પી. નડ્ડા

નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જનતાએ કોંગ્રેસની નીતિઓને નકારી દીધી. જ્યાં કોંગ્રેસ છે ત્યાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું, જ્યારે ભાજપે આના પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો. ભાજપ સરકાર રિપોર્ટ કાર્ડ આપે છે. કોંગ્રેસના જૂઠને હરિયાણાની જનતાએ નકારી દીધું છે.

પીએમ મોદીએ કર્યું ટ્વિટ

પીએમ મોદીએ એક્સ પર ટ્વિટ કરી લખ્યું કે, હરિયાણાનો હૃદયથી આભાર! ભારતીય જનતા પાર્ટીને ફરી એક વાર સ્પષ્ટ બહુમત આપવા માટે હું હરિયાણાની જનશક્તિને નમન કરૂં છું. આ વિકાસ અને સુશાસનના રાજકારણની જીત છે. હું રાજ્યના તમામ લોકોને ખાતરી આપું છું કે ભાજપ તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઇ કચાશ રાખશે નહીં. 

આ સમાચાર શેર કરો