મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી સાંજે 5 વાગ્યે દેશને કરશે સંબોધિત, કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે દેશને સંબોધિત કરશે. માનવામાં આવે છે કે પીએમ મોદી GST સુધારા પર જાણકારી આપ

PM મોદી સાંજે 5 વાગ્યે દેશને કરશે સંબોધિત, કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે દેશને સંબોધિત કરશે. માનવામાં આવે છે કે પીએમ મોદી GST સુધારા પર જાણકારી આપી શકે છે.કાલે 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, તેને લઇને પણ પીએમ મોદી ચર્ચા કરી શકે છે.જોકે, તેમના સંબોધનને લઇને કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.

મહત્ત્વપૂર્ણ છે કે સરકારે GST 2.0 હેઠળ કેટલાક ઉત્પાદનો પર GSTના દરોમાં ઘટાડો કર્યો છે. હવે માત્ર 2 GST સ્લેબ 5% અને 18% જ રાખવામાં આવ્યા છે જ્યારે 12 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબને ખતમ કરવામાં આવ્યા છે. 12 ટકા સ્લેબમાં સામેલ મોટાભાગની પ્રોડક્ટને 5 ટકા સ્લેબની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે જ્યારે 28 ટકાની મોટાભાગની પ્રોડક્ટને 18% સ્લેબમાં રાખવામાં આવ્યા છે.

કેટલીક વસ્તુ પર GST રેટને 0 કરવામાં આવ્યું છે, તેનો અર્થ 22 સપ્ટેમ્બર બાદ આ પ્રોડક્ટ પર 0 GST લાગુ થશે, જેને કારણે આ તમામ વસ્તુ સસ્તી બની જશે.

PM મોદીએ ક્યારે ક્યારે દેશને કર્યું છે સંબોધન

  • 2016માં સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ વડાપ્રધાને દેશને સંબોધતા સેનાની વીરતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને દેશવાસીઓને એકજુટ રહેવાનું આહવાન કર્યું હતું.
  • 8 નવેમ્બર 2016માં પીએમ મોદીએ અચાનક રાષ્ટ્રને સંબોધિત કરતા 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ તેમના સૌથી ઐતિહાસિક અને ચર્ચિત સંબોધનમાંથી એક માનવામાં આવે છે.
  • કોરોના મહામારી દરમિયાન કેટલીક વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. 22 માર્ચ 2020માં જનતા કરર્ફ્યુની જાહેરાત કરી હતી. બાદમાં તાળી-થાળી વગાડવા અને દીવા સળગાવવાની અપીલ કરી હતી જેનાથી જનતાને મનોબળ અને સામુહિક એકજુટતાનો સંદેશ મળ્યો હતો. વેક્સીન અભિયાન શરૂ થવા પર પીએમ મોદીએ દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ગણાવ્યું હતું.
  • આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત 12 મે 2020માં રાષ્ટ્રના નામે સંબોધનમાં કરવામાં આવી હતી. સ્ટાર્ટઅપ્સ, મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓને પણ કેટલીક વખત સંબોધનના માધ્યમથી જનતા સુધી પહોંચાડવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો