PM મોદી આજે 'The Sabarmati Report' ફિલ્મ જોશે, સંસદમાં યોજાશે સ્પેશિયલ સ્ક્રીનિંગ
PM Modi to watch 'The Sabarmati Report' film today, in Parliament | વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે (બીજી ડિસેમ્બર) બોલિવૂડ ફિલ્મ 'T

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે (બીજી ડિસેમ્બર) બોલિવૂડ ફિલ્મ 'The Sabarmati Report' નિહાળશે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ સોમવારે સાંજે 4 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમમાં છે. આ ઓડિટોરિયમ સંસદ ભવનનાં જ પરિસરમાં છે.
પીએમ મોદીનું શેડ્યુલ
ફિલ્મ 'The Sabarmati Report' જોવા માટે વડાપ્રધાન મોદી બપોરે 3 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમ પહોંચશે. ત્યારબાદ સંસદના સભ્યો પણ પહોંચશે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ સાંજે 4 વાગ્યે શરૂ થશે. ફિલ્મ સાંજે 6.15 કલાકે પૂરી થશે. જોકે, બાદમાં વડાપ્રધાન મોદી ફિલ્મના કલાકારોને મળશે અને સાંજે 6.25 વાગ્યે ડિનર માટે જશે. આ પછી તેઓ સાંજે 7 વાગ્યે રવાના થશે.
પીએમ મોદીએ આ ફિલ્મના વખાણ કર્યા
વડાપ્રધાન મોદીએ ગોધરા ઘટનાને દર્શાવતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'સારું છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલી શકે છે. આખરે, સત્ય હંમેશા બહાર આવશે.'
આ પણ વાંચો : વિક્રાંત મેસ્સીનો 37 વર્ષે એક્ટિગમાંથી સંન્યાસ! નિર્ણય કે પછી પબ્લિસિટી સ્ટંટ?
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં વિક્રાંત મેસીની સાથે રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. અહેવાલો અનુસાર આ ફિલ્મ લગભગ 50 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.








