'પ્રાણ પ્રતિષ્ઠા બાદ 'ધ્વજારોહણ'...', અયોધ્યા રામ મંદિરના શિખર પર PM MODI 22 ફૂટનો ધર્મ ધ્વજ ફરકાવશે
અયોધ્યામાં રામ મંદિરના શિખરો પર ધ્વજદંડ પર ધ્વજા રોહણની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છ

અયોધ્યામાં રામ મંદિરના શિખરો પર ધ્વજદંડ પર ધ્વજા રોહણની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવત આ સમારોહમાં મુખ્ય અતિથિઓ હશે. 25 નવેમ્બરે રામ મંદિરના મુખ્ય શિખર ઉપર 22 ફૂટ લંબાઈની અને 11 ફૂટ પહોલી ધર્મધ્વજા લહેરાવાશે. આ સમારોહ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જેટલો જ ભવ્ય હશે. જે રામ મંદિરની પૂર્ણાહુતિ પણ દર્શાવશે.
ધ્વજમાં સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો હશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીના જણાવ્યા અનુસાર, વાલ્મીકિ રામાયણમાં દર્શાવ્યા મુજબ રામમંદિરની ધજામાં સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો ધરાવતો ભગવો ધ્વજ 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર 42 ફૂટ ઊંચા ધર્મદંડ ઉપર ફરકાવવામાં આવશે. ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું હતું કે, પાંચ દિવસીય સમારોહ 21 નવેમ્બરથી શરૂ થશે અને 25 નવેમ્બરે ધ્વજારોહણ સાથે સમાપ્ત થશે.
ધ્વજવંદન સમારોહમાં ૧૦,૦૦૦ મહેમાનો હાજરી આપી શકશે
રામ મંદિર ટ્રસ્ટે આ કાર્યક્રમ માટે મહેમાનોની સંખ્યા ૮,૦૦૦થી વધારીને ૧૦,૦૦૦ કરી છે. રામ મંદિર સંકુલમાં શેષાવતાર મંદિર સહિત છ અન્ય મંદિરોમાં પણ ધ્વજારોહણ કરવામાં આવશે. આ મંદિરો ભગવાન શિવ, ગણેશ, સૂર્ય, હનુમાન, માતા ભગવતી અને અન્નપૂર્ણાને સમર્પિત છે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ધ્વજારોહણ સમારોહ દરમિયાન રામ મંદિર સહિત તમામ આઠ મંદિરોમાં વિશેષ પ્રાર્થના, હવન અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.
ધ્વજ ૬૦ કિમી/કલાકની ઝડપે વાવાઝોડાનો સામનો કરશે
અયોધ્યા અને કાશીના આચાર્યો ધાર્મિક વિધિઓનું સંચાલન કરશે. રામ મંદિરની ટોચ પરના ધ્વજસ્તંભને ૩૬૦-ડિગ્રી ફરતા બોલ બેરિંગ્સ દ્વારા આધારિત હશે. ધ્વજદંડ ૬૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનનો સામનો કરી શકશે. વાવાઝોડું કે તોફાન દરમિયાન તેને કોઈ નુકસાન નહીં થાય. ધ્વજના કાપડની ગુણવત્તા અને પવનની ગતિ સામે તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ધ્વજ બનાવતી એજન્સી 28 ઓક્ટોબરના રોજ મકાન બાંધકામ સમિતિની બેઠકમાં પરીક્ષણ અહેવાલ રજૂ કરશે. જેના આધારે ધ્વજ માટેના કાપડની અંતિમ પસંદગી કરવામાં આવશે.
અયોધ્યામાં આ આયોજનને અંતિમ ઓપ આપવા માટે 25 નવેમ્બરે ભાજપના વરિષ્ઠ નેતાઓનો એક મોટો મેળાવડો યોજાશે, જે પાર્ટીના નવા અભિયાનનો શુભારંભ પણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, PM મોદી વિશ્વના સૌથી મોટા સ્કાઉટ અને ગાઇડ જમ્બોરીમાં ભાગ લેનારાઓને આમંત્રિત કરશે, જેમાં 35,000થી વધુ કેડેટ્સ ભાગ લેશે તેવી અપેક્ષા છે. જેઓ વિકાસિત ઉત્તર પ્રદેશ અભિયાનની સફળતાની પણ સમીક્ષા કરશે, જેના માટે અત્યાર સુધીમાં 5,00,000થી વધુ સૂચનો મળ્યા છે, અને જેવરમાં બંધાઈ રહેલા નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નિરીક્ષણ પણ કરશે.








