મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પાકિસ્તાને ફરી આતંકી ગતિવિધિ કરી તો તેનો જડબાતોડ જવાબ આપીશું- PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી

પાકિસ્તાને ફરી આતંકી ગતિવિધિ કરી તો તેનો જડબાતોડ જવાબ આપીશું- PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી અને જવાનોનો જુસ્સો વધાર્યો હતો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને પડકાર ફેકતા કહ્યું કે, હવે પાકિસ્તાને આતંકી ગતિવિધિ કરી તો તેનો જડબાતોડ જવાબ મળશે.

આતંકી ગતિવિધિ કરી તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે- PM મોદી

PM મોદીએ કહ્યું કે, આજે આપણી પાસે નવી ટેકનોલોજીનું સામર્થ્ય છે જેનું પાકિસ્તાન મુકાબલો કરી શકતું નથી.ગત દાયકામાં એરફોર્સ સહિત આપણી તમામ સેનાઓ પાસે દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી પહોંચી છે આપણે બધા જાણીયે છીએ કે નવી ટેકનોલોજી સાથે પડકાર પણ એટલી જ મોટી હોય છે. કોમ્પ્લિકેટેડ અને સોફિસ્ટિકેટેડ સિસ્ટમને મેન્ટેન કરવી એક મોટી સ્કિલ છે. તમે ટેકને ટેકટિસથી જોડીને બતાવી દીધી છે. તમે સિદ્ધ કર્યું કે તમે આ ગેમમાં દુનિયામાં સારા છો. ભારતની વાયુસેના હવે માત્ર હથિયારોથી જ નહીં ડેટા અને ડ્રોનથી પણ દુશ્મનને ડરાવવામાં માહેર થઇ ગઇ છે. 

પાકિસ્તાનની આજીજી બાદ ભારતે માત્ર પોતાની સૈન્ય કાર્યવાહીને સ્થગિત કરી છે અને જો પાકિસ્તાને ફરી આતંકી ગતિવિધિ કે સૈન્ય દુસાહસ બતાવ્યું તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું. આ જવાબ પોતાની શરતો ઉપર, પોતાની રીતથી આપીશું. આ નિર્ણયની આધારશીલા તેની પાછળ છુપાયેલો વિશ્વાસ તમારા બધાનું ધૈર્ય, શૌર્ય, સાહસ અને સજાગતા, તમારો આ હૌશલા, જુસ્સો, આવી રીતે જ યથાવત રાખજો. આપણે સતત સતર્ક રહેવું છે. તૈયાર રહેવાનું છે અને દુશ્મનને યાદ અપાવતા રહેવું છે કે આ નવું ભારત છે. આ ભારત શાંતિ ઇચ્છે છે અને જો માનવતા પર હુમલો થાય છે તો આ ભારત યુદ્ધના મોરચા પર દુશ્મનને માટીમાં ભેળવી દેવાનું સારી રીતે જાણે છે. 

ઓપરેશન સિંદૂરનો પડઘો દરેક ખૂણામાં સંભળાય છે - PM મોદી

PM મોદીએ કહ્યું, "આજે ઓપરેશન સિંદૂરનો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે. આ ઓપરેશનમાં, દરેક ભારતીય તમારી સાથે ઉભો હતો. આજે દેશનો દરેક નાગરિક તેના સૈનિકો અને તેમના પરિવારોનો આભારી છે. તેઓ તેમના ઋણી છે. ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય લશ્કરી ઓપરેશન નથી. તે ભારતની નીતિ, ઇરાદા અને નિર્ણાયકતાનો સંગમ છે."

ભારત બુદ્ધની ધરતી છે અને ગુરુ ગોવિંદસિંહજીની પણ ધરતી - PM મોદી

PM મોદીએ કહ્યું, ‘તમારા પરાક્રમને કારણે આજે ઓપરેશન સિંદૂરની ગૂંજ દરેક ખુણામાં સાંભળવા મળે છે. આ આખા ઓપરેશ દરમિયાન દરેક ભારતીય તમારી સાથે ઉભો રહ્યો. દરેક ભારતીયની પ્રાર્થના તમારી સાથે રહી. આજે દરેક દેશવાસી પોતાના સૈનિકો અને તેમના પરિવાર પ્રત્યે કૃતઘ્ન છે તેમનો રણી છે. ઓપરેશન સિંદૂર કોઇ સામાન્ય સૈન્ય અભિયાન નથી. આ ભારતની નીતિ, નિયત અને નિર્ણાયક ક્ષમતાની ત્રિવેણી છે. ભારત બુદ્ધની ધરતી છે અને ગુરુ ગોવિંદસિંહજીની પણ ધરતી છે.’

નિર્દોષ લોકોનું લોહી વહાવવાનો એક જ અંજામ હશે વિનાશ અને મહાવિનાશ - PM મોદી


PM મોદીએ કહ્યું કે, ‘તે કાયરોની જેમ છુપાઇને આવ્યા અને ભૂલી ગયા કે તેમને જેમને લલકાર્યા છે તે હિન્દની સેના છે. તમે સામેથી હુમલો કરીને માર્યા. તમે આતંકના તમામ મોટા અડ્ડાઓને માટીમાં ભેળવી દીધા. નવ આતંકી ઠેકાણા બરબાદ કર્યા. 100થી વધુ આતંકીઓના મોત થયા, આતંકના આકાઓને હવે સમજાઇ ગયું છે ભારત તરફ નજર ઉઠાવવાનો એક જ અંજામ હશે તબાહી. ભારતમાં નિર્દોષ લોકોનું લોહી વહાવવાનો એક જ અંજામ હશે વિનાશ અને મહાવિનાશ. જે પાકિસ્તાની સેનાના વિશ્વાસે જે આતંકી બેઠા હતા ભારતની સેના, ભારતનું એરફોર્સ અને ભારતની નેવીએ તે પાકિસ્તાની સેનાને પણ ધૂળ ચટાડી દીધી.’

ઘરમાં ઘુસીને મારીશું - PM મોદી

PM મોદીએ કહ્યું કે, પાકિસ્તાનમાં એવો કોઇ ખુણો નથી જ્યા બેસીને આતંકવાદી રાહતનો શ્વાસ લઇ શકે. અમે ઘરમાં ઘુસીને મારીશું અને ટકવાની એક પણ તક નહીં આપીયે. આપણા ડ્રોન્સ, આપણી મિસાઇલો તેના વિશે વિચારીને પાકિસ્તાનને કેટલાક દિવસ સુધી ઊંઘ નથી આવી.

પાકિસ્તાનની છાતી ચારણી બની ગઇ - PM મોદી

ઓપરેશન સિંદૂરથી તમે દેશનું આત્મબળ વધાર્યુ. દેશને એકતાના સુત્રમાં બાંધી છે. તમે ભારતની સરહદોની રક્ષા કરી છે. ભારતના સ્વાભિમાનને નવી ઊંચાઇ આપી છે. તમે તે કામ કર્યું જે અભૂતપૂર્વ છે, અકલ્પનિય છે, અદભુત છે. આપણી એરફોર્સે પાકિસ્તાનમાં એટલા ડીપ આતંકના અડ્ડાઓને ટાર્ગેટ કર્યા, માત્ર 20-25 મિનિટની અંદર સરહદ પાર નકશાઓને ભેદવા બિલકુલ પિન પોઇન્ટ ટાર્ગેટને હિટ કરવા આ માત્ર એક મોર્ડન ટેકનોલોજીથી લેસ પ્રોફેશનલ ફોર્સ જ કરી શકે છે. તમારી સ્પિડ અને પ્રિસિજન તે લેવલની હતી કે દુશ્મન ડરી ગયો. તેને ખબર જ ના પડી કે ક્યારે તેની છાતી ચારણી બની ગઇ. અમારૂ લક્ષ્ય પાકિસ્તાનની અંદર ટેરર હેડક્વાર્ટરને હિટ કરવાનો હતો. આતંકીઓને હિટ કરવાનો હતો પરંતુ પાકિસ્તાને પોતાના પેસેન્જર વિમાનોને સામે કરીને જે ષડયંત્ર રચ્યુ. હું કલ્પના કરી શકું છું કે સિવિલિયન એરક્રાફ્ટ દેખાઇ રહ્યું છે મને ગર્વ છે તમે સાવધાનીથી, સતર્કતાથી સિવિલિયન એરક્રાફ્ટને નુકસાન કર્યા વગર કમાલ કરીને બતાવી તેનો જવાબ આપી દીધો.

ઓપરેશન સિંદૂર ભારતનું નવુ ન્યૂ નોર્મલ - PM મોદી

PM મોદીએ કહ્યું કે, હું ગર્વ સાથે કહી રહ્યો છું કે તમે લક્ષ્યો પર ખરા ઉતર્યા. પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા અને તેમના એરબેઝ જ તબાહ નથી થયા પણ તેમના નાપાક ઇરાદાઓ અને તેમના દુસાહસ બન્નેની હાર થઇ છે. ઓપરેશન સિંદૂરથી ડરેલા દુશ્મને આ એરબેઝની સાથે સાથે આપણા અનેક એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, વારંવાર તેમને અમને ટાર્ગેટ કર્યા પણ પાકના નાપાક ઇરાદા દરેક વખત નિષ્ફળ રહ્યાં. પાકિસ્તાનના ડ્રોન, તેના યુએવી, પાકિસ્તાનના એરક્રાફ્ટ અને મિસાઇલો આપણા સશક્ત એર ડિફેન્સ સામે બધા ઢેર થઇ ગયા. હું દેશના તમામ એરબેઝ સાથે જોડાયેલી લીડરશિપની, ભારતીય વાયુસેનાના એર વોરિયરની પ્રશંસા કરૂ છું. તમે ખરેખર ઘણુ સારૂ કામ કર્યું. આતંક વિરૂદ્ધ ભારતની લક્ષ્મણરેખા હવે એકદમ સ્પષ્ટ છે. હવે કોઇ ટેરર એટેક થયો તો ભારત જવાબ આપશે. આપણે સર્જિકલ સ્ટ્રાઇક સમયે જોયુ છે, એરસ્ટ્રાઇક સમયે જોયું છે અને હવે તો ઓપરેશન સિંદૂર ભારતનું નવુ ન્યૂ નોર્મલ છે.

ભારતે હવે ત્રણ સુત્ર નક્કી કર્યા - PM મોદી

ભારતે હવે ત્રણ સુત્ર નક્કી કર્યા છે. પ્રથમ ભારત પર આતંકી હુમલો થયો તો આપણે આપણી રીતે, પોતાની શરતો ઉપર, પોતાના સમય પર જવાબ આપીશું.

બીજુ કોઇ પણ ન્યુક્લિયર બ્લેકમેઇલ ભારત નહીં સહે.

ત્રીજુ અમે આતંકથી પરસ્ત સરકાર અને આતંકના આકાઓને અલગ અલગ નહીં જોઇએ. દુનિયા પણ ભારતના આ નવા રૂપને, આ નવી વ્યવસ્થાને સમજતા આગળ વધી રહી છે.

આ સમાચાર શેર કરો