'આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે,' PM મોદીએ જમ્મુમાં સર્જિલક સ્ટ્રાઈકની અપાવી યાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને પીડીપીને આડેહાથ લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને પીડીપીને આડેહાથ લીધી હતી. આ સાથે સર્જીકલ સ્ટ્રાઈકને પણ યાદ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજથી 8 વર્ષ પહેલા આ જ દિવસે વર્ષ 2016માં 28 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. ભારતે દુનિયાને બતાવી દીધું હતું કે, આ નવું ભારત છે જે ઘરમાં ઘૂસીને મારે છે. જ્યારે કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. કોંગ્રેસ આ મુદ્દે પાકિસ્તાનની ભાષા બોલે છે.
પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદીઓ જાણે છે કે જો કોઈ ભૂલ કરી તો મોદી પાતાળમાંથી તેમને શોધી કાઢશે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે જે કોંગ્રેસ છે તે સંપૂર્ણ રીતે શહેરી નક્સલવાદીઓના કબજામાં છે. કોંગ્રેસને એમાં પણ પોતાની વોટબેંક દેખાય છે.
જમ્મુ-કાશ્મીરના લોકો કોંગ્રેસ, નેશનલ કોન્ફ્રેન્સ અને પીડીપી આ ત્રણ પરિવારોની રાજનીતિથી કંટાળી ગયા છે. અહીંના લોકો હવે આતંકવાદ, અલગતાવાદ અને ખુન ખરાબા ઇચ્છતા નથી. તેઓ તેમના બાળકોનું સારું ભવિષ્ય અને શાંતિ ઇચ્છે છે. આ કારણે જ અહીંના લોકો ભાજપ સરકારને સમર્થન આપી રહ્યા છે.
પીએમ મોદીએ છેલ્લા બે તબક્કામાં થયેલા ભારે મતદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આનાથઈ સ્પષ્ટ થઈ ગયું છે કે જમ્મુ-કાશ્મીરના લોકોનો મૂડ ભાજપની તરફેણમાં છે. મોદીએ દાવા સાથે કહ્યું કે જમ્મુમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે પ્રથમ સરકાર બનાવવા જઈ રહી છે.
જમ્મુના લોકોને ખાસ અપીલ કરતા વડાપ્રધાને કહ્યું કે, "ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આવી તક મળી નથી, જેટલો આ ચૂંટણીમાં આવ્યો છે. પ્રથમ વખત લોકોની ઈચ્છા મુજબની સરકાર બનવા જઈ રહી છે. જમ્મુ ક્ષેત્રના લોકોએ આ તક ગુમાવવી જોઈએ નહીં.






