PM MODI અને વ્લાદિમીર પુતિનની મિત્રતા, એક જ કારમાં સાથે બેસી ટ્રમ્પને આપ્યો સીધો સંદેશ
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે બેબાક અંદાજમાં ભારતનો પક્ષ રાખ્યો તેનાથી ભારતની ભાવિ વિદેશનીતિની નવી દિશા નક્કી કરશે. આ કોન્ફરન્સમાં ભારતે અમેરિકાને સીધો મેસેજ આપ્યો કે, ભારત કોઈપણ દેશના બેવડા વલણને અપનાવશે નહીં. SCO ઉપરાંત ટ્રમ્પ ટેરિફના પડકારો વચ્ચે PM મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. બંને નેતાઓ કોન્ફરન્સ પછી એક જ કારમાં દ્વિપક્ષીય બેઠક માટે રવાના થયા તેના ફોટો પણ સામે આવ્યા છે.
પીએમ મોદી અને વ્લાદિમીર પુતિનનું એક જ કારમાં બેસીને જવાનો ફોટો એવા જ સંકેત આપે છે કે અમેરિકાના કોઈપણ દબાણને વશ થઈને ભારત રશિયા વચ્ચેના સંબંધો નબળાં નહીં પડે. ટ્રમ્પ ઘણી વાર બોલ્યા કે ભારત રશિયા પાસેથી આયાત કરીને યુદ્ધમાં મદદ કરે છે. ભારતે પણ કહ્યું કે ભારતીય હિત માટે કોઈના દબાણમાં નહીં આવે.
PM MODI દરેક મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપે છે કે યુદ્ધ કોઈપણ રીતે યોગ્ય નથી. તેમણે યુદ્ધ બંધ કરવા અને શાંતિ સ્થાપિત કરવા માટે વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ ઘણી વખત વાત કરી છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત નોબેલ પુરસ્કાર માટે શાંતિ પ્રયાસો કરવાનો ડોળ કરતા હોય તેવું લાગે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ વિશે વાત કરતા પોતાના સ્વાર્થને ઉપર રાખે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અલાસ્કામાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા પરંતુ યુદ્ધવિરામ અંગે કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિને મનાવવાનો પ્રયાસ કર્યો. તેનો કોઈ પ્રતિસાદ ન મળ્યો. એવામાં મોદી પુતિનની વચ્ચેની વાતચીત ટ્રમ્પ માટે નવા ટેન્શનનું કારણ બની શકે છે.




