મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'એક પણ આતંકી છુટવો ના જોઇએ', જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા પર PM મોદીનો આદેશ

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસમાં આતંકી હુમલાની ઘટનાઓ બની છે. આતં

'એક પણ આતંકી છુટવો ના જોઇએ', જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા પર PM મોદીનો આદેશ

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસમાં આતંકી હુમલાની ઘટનાઓ બની છે. આતંકવાદીઓએ ચાર દિવસમાં રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળો પર હુમલા કર્યા છે જેમાં 9 તીર્થયાત્રી અને એક CRPFના જવાનનું મોત થયું છે. આ હુમલામાં સાત સુરક્ષા કર્મી અને અન્ય કેટલાક લોકો પણ ઘાયલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરી હતી.

PM મોદીએ આતંકવાદી ઘટનાઓને લઇને જાણકારી મેળવી

પીએમ મોદીને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સબંધી સ્થિતિની સાથે સાથે આતંકવાદ વિરૂદ્ધ થઇ રહેલી કાર્યવાહીની પુરી જાણકારી મેળવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પુરી તાકાત લગાવી દેવા કહ્યું છે. પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને આ વિસ્તારમાં સુરક્ષા દળ વધારવા અને આતંકવાદ વિરૂદ્ધ અભિયાન પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમીક્ષા લેવા માટે ત્યાના LG મનોજ સિન્હા સાથે પણ વાત કરી હતી, તેમને વડાપ્રધાનને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીની જાણકારી આપી હતી.

આ સમાચાર શેર કરો