Modi 3.0: નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા
નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બની ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમા

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બની ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્ત્વમાં NDAને બહુમત મળ્યો હતો.
નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા હશે. નેહરૂએ 1952, 1957 અને 1962ની ચૂંટણીમાં જીત મેળવી હતી.
પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ, સેશેલ્સના ઉપ રાષ્ટ્રપતિ અહમદ અફીક, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દાહાલ 'પ્રચંડ' અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે સામેલ થયા હતા.
આ નેતાઓએ મંત્રી પદના લીધા શપથ
1. નરેન્દ્ર મોદી
2. રાજનાથ સિંહ
3. અમિત શાહ
4. નીતિન ગડકરી
5. જેપી નડ્ડા
6. શિવરાજ સિંહ
7. નિર્મલા સીતારમણ
8. એસ જયશંકર
9. મનોહર લાલ ખટ્ટર
10. એચડી કુમારસ્વામી
11. પીયૂષ ગોયલ
12. ધર્મેન્દ્ર પ્રધાન
13. જીતનારામ માંઝી
14. રાજીવ રંજન ઉર્ફે લાલન સિંહ
15. સર્બાનંદ સોનેવાલ
16. ડૉ. વીરેન્દ્ર કુમાર
17. રામ મોહન નાયડુ ટીડીપી-
18. પ્રહલાદ જોશી
19. જુએલ ઓરાઓન
20. ગિરિરાજ સિંહ
21. અશ્વિની વૈષ્ણવ
22. જ્યોતિરાદિત્ય સિંધિયા
23. ભૂપેન્દ્ર યાદવ
24. ગજેન્દ્ર સિંહ શેખાવત
25. અન્નપૂર્ણા દેવી
26. કિરણ રિજિજુ
27. હરદીપ પુરી
28. મનસુખ માંડવિયા
29. ગંગાપુરમ કિશન રેડ્ડી
30.ચિરાગ પાસવાન
31. સી આર પાટીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી રાજનાથ સિંહે બીજા નંબરે કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધા હતા.
અમિત શાહે રાજનાથ સિંહ પછી કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા.
અમિત શાહ પછી નીતિન ગડકરીએ મંત્રી પદના શપથ લીધા હતા.
રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહેલા મહેમાનો
બિઝનેસમેન મુકેશ અંબાણી પણ હાજર રહ્યાં હતા
બિઝનેસમેન ગૌતમ અદાણી, બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન સહિતના લોકો પણ હાજર રહ્યાં હતા.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, પ્રસાર ભારતીના ચેરમેન, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના લોકો શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહ્યાં હતા.
બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસ્સી, ફિલ્મ મેકર રાજકુમાર હિરાની પણ હાજર રહ્યાં હતા.








