મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM MODIનો ઈટાલીમાં જોવા મળ્યો જલવો, મંચ પર સ્પેશ્યલ જગ્યા, જ્યોર્જિયા મેલોનીએ લીધી સેલ્ફી

સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ નવી ઈનિંગનો પહેલો પ્રવાસ ઈટાલીનો કર્યો છે. ઈટાલીમાં જી-7 સમિટમાં ભાગ

PM MODIનો ઈટાલીમાં જોવા મળ્યો જલવો, મંચ પર સ્પેશ્યલ જગ્યા, જ્યોર્જિયા મેલોનીએ લીધી સેલ્ફી

સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ નવી ઈનિંગનો પહેલો પ્રવાસ ઈટાલીનો કર્યો છે. ઈટાલીમાં જી-7 સમિટમાં ભાગ લેવા ગયેલા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વના ટોચના નેતાઓમાં પણ તેમનો ક્રેઝ જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી.

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી. આ સિવાય ગ્રુપ ફોટો દરમિયાન સ્ટેજની વચ્ચે એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હતી. 

PM મોદીએ શનિવારે સવારે ટ્વિટર પર લખ્યું, “અપુલિયામાં G7 સમિટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી. વિશ્વના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી અને વિવિધ વિષયો પર ચર્ચા કરી. બધા સાથે મળીને વૈશ્વિક સમુદાય માટે લાભદાયક અને ભાવિ પેઢીઓ માટે વધુ સારી દુનિયાનું નિર્માણ કરવા માટે અસરકારક ઉકેલો બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું ઇટાલીના લોકો અને સરકારનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માનું છું.

વડાપ્રધાન મોદીએ જો બાઈડેન સાથે પણ અલગથી વાત કરી હતી. આ મોદી-બાઈડેનની મુલાકાત લગભગ 7 મહિના પછી થઈ છે. બાઈડેન સાથેની તેમની મુલાકાત પછી પીએમ મોદીએ X પર લખ્યું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વૈશ્વિક સુખાકારીને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

આ સમાચાર શેર કરો