મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રોજગાર મેળો: PM મોદીએ 51,000થી વધુ ઉમેદવારોને આપી સરકારી નોકરી, જોઇનિંગ લેટર આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસના દિવસે હજારો ઉમેદવારોને જોઇનિંગ લેટર આપ્યા છે. પીએમ મોદીએ વીડિય

રોજગાર મેળો: PM મોદીએ 51,000થી વધુ ઉમેદવારોને આપી સરકારી નોકરી, જોઇનિંગ લેટર આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસના દિવસે હજારો ઉમેદવારોને જોઇનિંગ લેટર આપ્યા છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા 51,000થી વધુ પસંદ થયેલા ઉમેદવારોને જોઇનિંગ લેટર આપ્યા છે. આ નવનિયુક્ત ઉમેદવારો હવે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે. આ રોજગાર મેળામાં 40થી વધુ જગ્યાએથી દેશના હજારો યુવાનો સામેલ થયા છે, જેમને સરકારી નોકરીઓમાં ભરતી અને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે.

રોજગાર મેળાને વડાપ્રધાન મોદીએ સંબોધિત કર્યો

રોજગાર મેળાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ધનતેરસનો તહેવાર છે અને આ વખતે દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ છે કારણ કે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. પોતાના મંદિરમાં બેસીને તેમના પ્રથમ દિવાળીના તહેવારની આ ઉજવણી ખાસ છે. કેન્દ્ર સરકારની રોજગાર મેળા પહેલ દરમિયાન, 2 વર્ષની સફરમાં લાખો ઉમેદવારોને સરકારી વિભાગો અને મંત્રાલયોમાં નોકરી આપવામાં આવી છે.

શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું

રોજગાર મેળાના કાર્યક્રમ દરમિયાન એક શોર્ટ ફિલ્મ બ્રોડકાસ્ટ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે 10 વર્ષમાં રોજગાર, સ્વરોજગાર અને સ્ટાર્ટઅપ દ્વારા વિશાળ કામ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારમાં ભરતીની પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવામાં આવી રહી છે અને આ ક્રમમાં દેશભરમાંથી પસંદ થયેલા 51 હજાર કર્મચારી કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગ જેવા કે રાજસ્વ વિભાગ, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગૃહમંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં સરકારી નોકરીમાં જોડાશે.

આ સમાચાર શેર કરો