મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી પાસે પોતાનું ઘર કે કાર નથી, જાણો કેટલી છે સંપત્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે મંગળવારે વારાણસીથી સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટ પ્રમ

PM મોદી પાસે પોતાનું ઘર કે કાર નથી, જાણો કેટલી છે સંપત્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે મંગળવારે વારાણસીથી સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટ પ્રમાણે પીએમ મોદી પાસે ન તો કોઈ ઘર છે, ન જમીન કે કાર. હાલમાં 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

PM પાસે કુલ 52,920 રૂપિયાની રોકડ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પોતાનું કોઈ ઘર નથી, તેમની પાસે કોઈ કાર પણ નથી. PM પાસે કુલ 52,920 રૂપિયાની રોકડ છે. જ્યારે સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં 73,304 રૂપિયા છે, જ્યારે SBIની વારાણસી શાખામાં માત્ર 7000 હજાર રૂપિયા છે. પીએમ મોદીની સ્ટેટ બેંકમાં 2,85,60,338 કરોડ રૂપિયાની FD પણ છે.

5 વર્ષમાં સંપત્તિ 87 લાખ જેટલી વધી

2014માં પીએમ મોદીએ  કુલ સંપત્તિ 1.65 કરોડ રૂપિયા જાહેર કરી હતી. 2019માં  2.15 કરોડ રૂપિયા જાહેર કરી હતી. જ્યારે 2024માં 3.02 કરોડની સંપત્તિ જાહેર કરી છે. પરિણામે 5 વર્ષમાં સંપત્તિ 87 લાખ જેટલી વધી છે. 


પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1967માં ગુજરાત બોર્ડમાંથી SSC કર્યું હતું. 1978માં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી લીધી.  1983માં પીએમ મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.

વડાપ્રધાન પાસે ચાર સોનાની વીંટી

વડાપ્રધાન પાસે ચાર સોનાની વીંટી પણ છે. પીએમ મોદીએ પત્નીના નામમાં જશોદાબેનનું નામ લખાવ્યું છે. પીએમ મોદી પાસે નેશનલ સેવિંગ્સ સ્કીમમાં 9,12,398 રૂપિયા છે. વડાપ્રધાનની કુલ સંપત્તિ ₹3,02,06,889 છે.

આ સમાચાર શેર કરો